News In Short : કાશ્મીરમાં એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયાં ડ્રૉન

31 July, 2021 02:04 PM IST  |  New Delhi | Agency

બે ડ્રૉન આર્મી કૅમ્પ અને આઇટીબીપી કૅમ્પ પાસે જોવા મળ્યાં હતાં. સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો, પરંતુ ત્રણેય ડ્રૉન બચીને જતાં રહ્યાં હતાં. 

તસવીર સૌજન્ય મિડ-ડે

કાશ્મીરમાં એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયાં ડ્રૉન
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત શંકાસ્પદ ડ્રૉન જોવા મળ્યાં હતાં. જાણવા મળ્યા મુજબ જમ્મુ ક્ષેત્રમાં ગુરુવારે ૩ અલગ-અલગ વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રૉન જોવા મળ્યાં હતાં. આ ડ્રૉન રાતે ૮.૩૦થી ૯.૩૦ કલાક વચ્ચે જોવા મળ્યાં હતાં. એ પૈકીનાં બે ડ્રૉન આર્મી કૅમ્પ અને આઇટીબીપી કૅમ્પ પાસે જોવા મળ્યાં હતાં. સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો, પરંતુ ત્રણેય ડ્રૉન બચીને જતાં રહ્યાં હતાં. 
જાણવા મળ્યા મુજબ એક ડ્રૉન સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જોવા મળ્યું હતું. બીજું સાંબા જિલ્લામાં જ ઘગવાલ પાસે ઉપસ્થિત આઇટીબીપીના કૅમ્પ પાસે અને ત્રીજું સાંબા જિલ્લાના બારી ક્ષેત્રના આર્મી કૅમ્પ પાસે જોવા મળ્યું હતું. બીએસએફ દ્વારા શંકાસ્પદ ડ્રૉન પર આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર હતો, પરંતુ તેઓ બચીને ભાગ્યા હતા અને પછી ગાયબ થઈ 
ગયા હતા. 

સીબીએસઈ ટ્વેલ્થમાં ૯૯.૩૭ ટકા વિદ્યાર્થી પાસ
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનની ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. ૧૨માનાના ૯૯.૩૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સીબીએસઈ ૧૨મા ધોરણના બૉર્ડમાં ૯૯.૧૩ ટકા વિદ્યાર્થી અને ૯૯.૬૭ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થયાં છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ રિઝલ્ટ જાહેર કરવા માટે ૩૧ જુલાઈ સુધીની ડેડલાઇન આપી હતી. આ અત્યાર સુધીની હાઇએસ્ટ ટકાવારી છે. તો ૬૧૪૯ (૦.૪૭) વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ કૅટેગરીમાં રાખવામાં આવ્યા છે. પરીક્ષામાં એક વાર ફરી વિદ્યાર્થિનીઓએ બાજી મારતાં છોકરાઓને પાછળ છોડ્યા છે. આ વખતે છોકરીઓ છોકરાઓથી ૦.૫૪ ટકા આગળ રહી છે. છોકરીઓની ટકાવારી ૯૯.૬૭ છે,  જ્યારે છોકરાઓની ટકાવારી ૯૯.૧૩ રહી. ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કોરોનાને કારણે રિઝલ્ટ ૧૭ દિવસ મોડાં જાહેર કરવામાં આવ્યાં.

 

jammu and kashmir national news