માંસાહારી ભોજન બનાવવા બાબતે નવવિવાહિત યુગલનો ઝઘડો, બન્નેએ ઝેર ખાધું

24 June, 2020 03:19 PM IST  |  Uttar Pradesh | IANS

માંસાહારી ભોજન બનાવવા બાબતે નવવિવાહિત યુગલનો ઝઘડો, બન્નેએ ઝેર ખાધું

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરપ્રદેશના લખીમપુર જીલ્લામાં એક નવવિવાહિત યુલગ વચ્ચે માંસાહારી ખાવાનું બનાવવાની બાબતે ઝઘડો થતા પતિ અને પત્ની બન્નેએ ઝેર ખાઈ લીધું છે. લગ્નના 15 દિવસ બાદ જ આ ઘટના બની છે. મંગળવારે સારવાર દરમ્યન પત્નીનું મૃત્યુ થયું છે. જ્યારે પતિની હાલત હજી પણ ગંભીર છે. દુર્ઘટના સોમવારે ઈસાનગર વિસ્તારમાં બની હતી. ઈસાનગરમાં રહેતા 22 વર્ષીય ગુરૂ દયાલના લગ્ન 12 જૂને 19 વર્ષીય રેશમા સાથે થયા હતા.

રેશમા શાકાહારી છે. તેનો પતિ ગુરૂ રસોડામાં મીટ બનાવતો હતો. જેના પર રેશમાએ વાંધો ઉઠાવયો. એટલે બન્ને વચ્ચે ઝઘડો થયો, જેણે બાદમાં મોટું સ્વરૂપ લીધુ હતું. ત્યારબાદ બન્નેએ રાત્રે ઝેરી પદાર્થ ખાધો હતો.

ઈસાનગર પોલીસ સ્ટેશનના હાઉસ અધિકારી સુનિલ સિંહે કહ્યું હતું કે, નવયુગલ વચ્ચે માંસાહારી ખાવનું બનાવવા માટે ઝઘડો થયો હતો અને તેના પછી બન્નેએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્ની રેશમાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. હજી સુધી કોઈનું નિવેદન લેવામાં નથી આવ્યું.

આ પહેલા પણ આ જ જીલ્લામાં આવી એક દુર્ઘટના બની હતી. જેમાં 26 વર્ષના વ્યક્તિએ પત્ની સાથે વિવાદ બાદ આત્મહત્યા કરી લીધી હતી.

બરેલીમાં રહેતા અવધેશ અવસ્થી રવિવારે પત્ની અંશુ સાથે લખીમપુરના દેવરિયા ગામમાં પોતાના સાસરે આવ્યો હતો. સોમવારે રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ અવધેશે ઝેર ખાધું હતું અને સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. અવધેશના પરિવારે હજી સુધી કોઈ ફરિયાદ નથી નોંધાવી.

uttar pradesh Crime News