ટ્રાફિક નિયમ તોડીને ચાલાન નહીં ભરો તો વીમો લેતી વખતે આપવા પડશે વધુ પૈસા

08 September, 2019 12:34 PM IST  |  નવી દિલ્હી

ટ્રાફિક નિયમ તોડીને ચાલાન નહીં ભરો તો વીમો લેતી વખતે આપવા પડશે વધુ પૈસા

ટ્રાફિકના નિયમો થયા વધુ કડક

કોઈ વ્યક્તિ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ જો ચાલાન કપાય છે અને તે વ્યક્તિ એ ચાલાનની રકમ નથી ભરતી તો તે રકમ વીમાના પ્રીમિયમમાં જોડાઈ જશે, અને જ્યારે તે વ્યક્તિ વીમો કરાવવા જશે તો તેની પાસેથી એ રકમ વસૂલવામાં આવશે. મતલબ વ્યક્તિએ વીમાની રકમની સાથે સાથે જૂના ચાલાન વાળા દંડની રકમ પણ ભરવી પડશે. એક રિપોર્ટ પ્રમાણે ઈરડા તેને પાયલટ પ્રોજેક્ટ તરીકે દિલ્હીથી લાગૂ કરશે. જો તે સફળ રહ્યું તો આખા દેશમાં લાગૂ કરવામાં આવશે.

નવા ટ્રાફિકના નિયમો લાગૂ થયા બાદ લોકોને ઈ-ચાલાન મોકલવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ચાલાનની રમક વીમાની રકમમમાં જોડવાથી માર્ગ અકસ્માતમાં ઘટાડો થશે. આ માટે નવ લોકોની સમિતિ બનાવવામાં આવી છે, જેમાં દિલ્હી ટ્રાફિક પોલીસ, ઈરડા સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે. આ સમિતિ આઠ અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપશે.

હાલમાં જ મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન બાદ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડ આપવો પડી રહ્યો છે. એવામાં જો લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને વધુ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ આપવું પડશે. મોટર વાહન અધિનિયમનો ડર લોકોમાં એટલો છે કે હવે પીયૂસી સર્ટિફિકેટ બનાવવા માટે હોડ લાગી ગઈ છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ શો જેણે આપણા બાળપણને બનાવ્યું છે રંગીન

નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ હવે એર પોલ્યૂશન વાયોલેશન 10, 000નો દંડ ભરવો પડશે. અત્યાર સુધી PUCના નૉર્મ્સના ઉલ્લંઘના માટે 1, 000 અને બીજી વાર થાય તો 2,000નું ચાલાન કપાતું હતુ.

national news