10 વર્ષ જૂના આધાર કાર્ડ સાથે જોડાયેલો આદેશ આવ્યો આજે, અપડેટેડ નથી તો કરો હાલ જ..

20 February, 2023 09:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમે તમારી `ઓળખનું પ્રમાણ` અને `સરનામાના પ્રમાણ`ના દસ્તાવેજોને અપલોડ કરી આને ફરી અપડેટ કરવું. ઑનલાઈન અપલોડ કરવાની ફી 25 રૂપિયા અને ઑફલાઈન માટે 50 રૂપિયા છે.

પ્રતીકાત્મક તસવીર

હવે યૂઆઇડીએઆઈએ કહ્યું કે જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ પહેલા બન્યું હતું અને આને અપડેટ કરવામાં નથી આવ્યું, તો તમને અરજી  કરવામાં આવે છે કે તમે તમારી `ઓળખનું પ્રમાણ` અને `સરનામાના પ્રમાણ`ના દસ્તાવેજોને અપલોડ કરી આને ફરી અપડેટ કરવું. ઑનલાઈન અપલોડ કરવાની ફી 25 રૂપિયા અને ઑફલાઈન માટે 50 રૂપિયા છે.

આધાર કાર્ડ આજે બધા માટે લગભગ જરૂરી થઈ ગયું છે. જેની પાસે આધાર કાર્ડ નથી તે સરકારની કોઈપણ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા. સાથે જ સરકારે આધાર કાર્ડ સાથે પેન કાર્ડ લિન્ક કરવું પણ ફરજિયાત કરી દીધું છે. સરકારે કહ્યું કે જે લોકોએ 31 માર્ચ સુધી પોતાના પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક નહી કરાવે તો તેમનું પેન કાર્ડ 31 માર્ચ બાદ બેકાર થઈ જશે. એટલે કે આધાર કાર્ડને હવે પેનકાર્ડ સાથે લિન્ક કરવું પણ જરૂરી થઈ ગયું છે.

આધાર કાર્ડ બનાવવાની શરૂઆત 29 સપ્ટેમ્બર 2010ના રોજ પહેલા આધાર કાર્ડ જાહેર કરવાની સાથે થઈ. આને બાયોમેટ્રિક બનાવવામાં આવ્યું છે. આંખોની સ્કેનિંગથી લઈને હાથની આંગળીઓના ફિંગર પ્રિન્ટને કૅપ્ચર પણ કરવામાં આવે છે અને સરકાર પાસે યૂઆઈડીએઆઈ દ્વારા બધાનો ડેટા રાખવામાં આવ્યો છે. આ સંસ્થા આનું સંપૂર્ણ સંચાલન કરે છે. વેબસાઈટના માધ્યમે ઘણાં કામ કરવામાં આવી શકે છે.

હવે યૂઆઈડીએઆઈએ કહ્યું કે જો તમારું આધાર 10 વર્ષ પહેલા બન્યું હતું અને આને અપડેટ નથી કરવામાં આવ્યું છે, તો તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે પોતાની `ઓળખના પ્રમાણ` અને `સરનામાના પ્રમાણ`ના દસ્તાવેજો અપલોડ કરીને આને અપડેટ કરવું. ઑનલાઈન અપલોડ કરવાની ફી 25 રૂપિયા અને ઑફલાઈન માટે 50 રૂપિયા છે.

આ પણ વાંચો : CCTV ફૂટેજમાં ઝડપાયો, ડિલીવરી બૉયનો શબ સ્કૂટી પર લઈ જતો શખ્સ, કેમ કર્યું કતલ?

એટલે કે જે લોકોનો આધાર કાર્ડ બનવાને 10 વર્ષથી વઘારેનો સમય થઈ ગયો છે તેમણે આ અપડેટ કરાવવાનો રહેશે. એટલે કે 10 વર્ષમાં તમે એકપણ વાર અપડેટ નથી કર્યું તો તમારે આ કરવાનું રહેશે. તમારે તમારો મોબાઈલ નંબર, નામ અને સરનામું અપડેટ કરવાનું રહેશે. સાથે જ એ પણ ચેતવણી આપવામાં આવી છે કે અપડેટ કરતી વખતે દગાખોરો તકનો ગેરલાભ લઈ શકે છે. એવામાં આ જરૂરી છે કે જે લોકોએ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવું છે તે સાવચેત થઈને આ પ્રક્રિયાને પૂરું કરે. ઉમંગ પોર્ટલથી પોતાના નજીકના આધાર કેન્દ્રનું સરનામું પણ મેળવી શકો છો.

national news business news Aadhar tech news technology news