કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખનો નવો નકશો બહાર પડાયો

03 November, 2019 11:09 AM IST  |  મુંબઈ

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખનો નવો નકશો બહાર પડાયો

જમ્મુ-કાશ્મીર અને લદાખનો નવો નકશો

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર રાજ્યના પુનર્ગઠન પછી ૩૧ ઑક્ટોબરે વિધિવત્ રીતે ભારતનાં બે નવાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ગઈ કાલે બન્ને નવા કેન્દ્રશાસિત પ્રદેશોના નકશા બહાર પાડવામાં આવ્યા. નવા નકશા મુજબ પીઓકેના મીરપુર અને મુઝફ્ફરાબાદ જિલ્લાને જમ્મુ-કાશ્મીરનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. આ બન્ને જિલ્લા મળીને જમ્મુ-કાશ્મીરમાં કુલ બાવીસ જિલ્લા છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરની તુલનાએ લદાખનું ક્ષેત્રફળ વધુ છે, પરંતુ એની પાસે લેહ અને કારગિલ એમ બે જ જિલ્લા હશે. લદાખનો લેહ જિલ્લો ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે.

jammu and kashmir national news