બીજેપીના નવા શાહ જે.પી. નડ્ડા અમિત શાહના પેંગડામાં પગ નાખી શકશે?

21 January, 2020 10:53 AM IST  |  New Delhi

બીજેપીના નવા શાહ જે.પી. નડ્ડા અમિત શાહના પેંગડામાં પગ નાખી શકશે?

બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને અભિનંદન આપતા અમિત શાહ. તસવીર : પી.ટી.આઇ

જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ૧૧મા અધ્યક્ષ બની ગયા છે. તેઓ બિનહરીફ રીતે અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા છે. નામ વાપસીની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ રાધામોહન સિંહે નડ્ડાના નામની જાહેરાત કરી હતી. નડ્ડા ૨૦૨૨ સુધી બીજેપીના અધ્યક્ષ તરીકે પાર્ટીની કમાન સંભાળશે. સંગઠન ચૂંટણી અધિકારી રાધામોહન સિંહે નડ્ડાને બિનહરીફ તરીકે ચૂંટ્યા હતા. બીજેપીના હાલના અધ્યક્ષ અમિત શાહે સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહને નવા અધ્યક્ષના નામાંકનનો પ્રસ્તાવ સોંપ્યો હતો.

આ દરમ્યાન રાધામોહન સિંહે કહ્યું કે ‘બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તમામ બંધારણીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જગત પ્રકાશ નડ્ડાને ૨૦૧૯થી ૨૦૨૨ સુધી સર્વાનુમતીથી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

નડ્ડાની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી થવાથી ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત પાર્ટીના તમામ નેતાઓએ નડ્ડાને શુભેચ્છાઓ પાઠવી હતી.

જેને શીર્ષ નેતૃત્વના આટલા આશીર્વાદ મળ્યા હોય, તેને જો કોઈ જવાબદારી મળે છે તો જ્યાં તમે મારી સાથે છો અને નેતૃત્વમાં મારી સાથે છો, તો હું પૂરી તાકાત સાથે આગળ વધીશ. આદરણીય વડા પ્રધાનજીએ પાર્ટીની રીતિ-નીતિ વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આપણે કેવી રીતે બીજી પાર્ટીઓ કરતાં અલગ છીએ. આપણે ફક્ત નીતિઓમાં અને નીતિઓની બારીકીઓમાં જ અલગ નથી, પરંતુ એનાં પરિણામ પણ અલગ છે.

આ પણ વાંચો : ટેક્નૉલૉજીના ગુલામ નહીં મિત્ર બનોઃ વિદ્યાર્થીઓને મોદી મંત્ર

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કાર્યકાળ ગયા વર્ષે પૂરો થયો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે જેપી નડ્ડાના નજીકના સંબંધો રહ્યા છે.

amit shah bharatiya janata party national news