એકસાથે નહીં યોજાય પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ

16 April, 2021 03:33 PM IST  |  New Delhi | Agency

સમગ્ર દેશ કોરોનાના વિકરાળ પંજામાં ભીંસાઈ રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની વિધાનસભાની ચૂંટણીના બાકી રહેલા તબક્કાઓને એક કરી દેવાની કોઈ યોજના ન હોવાનું ભારતીય ચૂંટણીપંચ (ઈસીઆઇ)એ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર દેશ કોરોનાના વિકરાળ પંજામાં ભીંસાઈ રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની વિધાનસભાની ચૂંટણીના બાકી રહેલા તબક્કાઓને એક કરી દેવાની કોઈ યોજના ન હોવાનું ભારતીય ચૂંટણીપંચ (ઈસીઆઇ)એ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું. શનિવારે રાજ્યમાં કુલ આઠ તબક્કાઓ પૈકી પાંચમા તબક્કાનું મતદાન થશે.

દરમ્યાન પશ્ચિમ બંગાળની ચીફ ઇલેક્ટોરલ ઑફિસ (સીઈઓ)એ તમામ પક્ષોની બેઠક બોલાવીને તમામ રાજકીય પક્ષોને અને નેતાઓને રૅલીમાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું હતું.

ઈસીઆઇના એક અધિકારીએ જણાવ્યા મુજબ તમામ રાજકીય પક્ષોને ભારતીય ચૂંટણીપંચ (ઈસીઆઇ) દ્વારા નક્કી કરવામાં આવેલી કોવિડ-19 માર્ગદર્શિકાનું અનુસરણ કરવાનું જણાવવા માટે પશ્ચિમ બંગાળની સીઈઓ દ્વારા બેઠક બોલાવાઈ હતી.’

દિલીપ ઘોષ ચોવીસ કલાક ચૂંટણીપ્રચાર નહીં કરી શકે

ચૂંટણીપંચે ગઈ કાલે બીજેપીના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ દિલીપ ઘોષને ૨૪ કલાક માટે ચૂંટણીપ્રચારમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સીતલકૂચી ગોળીબાર કાંડ વિશે  આચારસંહિતાનો ભંગ કરવા બદલ દિલીપ ઘોષ પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

west bengal delhi elections kolkata national news