કોરોનાને નિષ્ક્રિય બનાવશે પુણેની કંપનીનું સ્પેશ્યલ માસ્ક

15 June, 2021 02:08 PM IST  |  New Delhi | Agency

સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે પુણેની એક નવી કંપનીએ એવું માસ્ક બનાવ્યું છે જે કોરોનાના સૂક્ષ્મ કણોને નિષ્ક્રિય બનાવી દે છે.

પ્રતીકાત્મક તસવીર

સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે પુણેની એક નવી કંપનીએ એવું માસ્ક બનાવ્યું છે જે કોરોનાના સૂક્ષ્મ કણોને નિષ્ક્રિય બનાવી દે છે. નવી સ્ટાર્ટ અપ કંપની થિન્કર ટૅકનૉલૉજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ માસ્કમાં વાઇરસાઇડ્સ નામનું વાઇરસ વિરોધી કોટિંગ કરવામાં આવે છે.

કોરોના માટે જવાબદાર વાઇરસને આ કોટિંગ નિષ્ક્રિય બનાવે છે એની ચકાસણી પણ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. એમાં સોડિયમ ઓલેફીન સલ્ફોનેટ આધારિત મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેશમાં ગયા વર્ષે જ્યારે કોરોના વાઇરસની શરૂઆત થઈ હતી ત્યારે જ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારના વાઇરસ-પ્રતિરોધક માસ્ક બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો. 

national news pune pune news coronavirus covid19