રસીકરણના બીજા તબક્કામાં PM મોદી સહિત મુખ્ય પ્રધાન પણ લગાવશે વેક્સિન

21 January, 2021 01:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રસીકરણના બીજા તબક્કામાં PM મોદી સહિત મુખ્ય પ્રધાન પણ લગાવશે વેક્સિન

નરેન્દ્ર મોદી

કોરોના વાઈરસ વિરૂદ્ધ લડતના બીજા તબક્કા (Corona Vaccination Second Phase)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ કોરોના વાઈરસની રસી લગાવશે. પીએમ મોદી સિવાય તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ વેક્સિન લગાવશે. જાણકારી મુજબ તેમનો હેતુ સામાન્ય લોકોમાં કોરોનાની રસી પ્રત્યે વિશ્વાસ કાયમ કેળવવાનો છે. જણાવી દઈએ કે બીજા તબક્કા હેછળ 50 વર્ષથી વધું ઉંમરના અને અન્ય રોગોથી પીડિત 27 કરોડ લોકોને રસી આપવાની યોજના છે. આવી સ્થિતિમાં મુખ્ય પ્રધાન જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે તેમને બીજા તબક્કા દરમિયાન કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વાઈરસ રોગચાળા વિરૂદ્ધ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થયું છે. ભારતમાં 'કોવિશીલ્ડ' અને 'કોવેક્સિન' રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19થી બચવા માટે રસીની માત્રા સૌથી પહેલા એક કરોડ સ્વાસ્થય કર્નમચારીઓને અને ત્યાર બાદ બે કરોડ ફ્રન્ટલાઈન કર્મચારીઓને આપવામાં આવી રહી છે.

રસીકરણ અભિયાનનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે વેક્સિન સૌથી પહેલા તેમને જ આપવામાં આવશે, જેને એની સૌથી વધારે જરૂરત છે. તેમના મતે સૈથી વધુ જોખમ ધરાવતા ડૉક્ટર્સ, નર્સ, હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ અને પેરા-મેડિકલ સ્ટાફને સૌથી પહેલા રસી મળશે. ત્યાર બાદ જરૂરી સેવાઓ અને દેશની રક્ષા અને કાયદીય વ્યવસ્થાની જવાબદારી સંભાળનારા લોકોને રસી આપવામાં આવશે, જેમાં જવાનો, પોલીસકર્મીઓ, ફાયર બ્રિગેડના લોકો અને સફાઈ કર્મચારીઓ સામેલ છે. આ પછી 50 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીથી પીડાતા લોકોનો નંબર આવશે.

ભારતમાં કોરોના રોગચાળા વિરૂદ્ધ ચાલુ રસીકરણ દરમિયાન છેલ્લા 24 કલાકમાં વાઈરસના 15,223 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સંક્રમણના કેસ વધીને 1.6 કરોડ થઈ ગયા છે, જેમાંથી 1.2 કલોડ લોકો સંક્રમણ મુક્ત પણ થઈ ચૂક્યા છે. સ્વાસ્થય મંત્રાલાય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર વાઈરસથી અત્યાર સુધી 1,52,869 લોકોના મોત નીપજ્યાં છે. દેશમાં કોવિડ-19થી મૃત્યુ દર 1.44 ટકા છે.

narendra modi national news coronavirus covid19