શરીરમાંથી નીકળતો પરસેવો મારા ચહેરા પરના મેલને દૂર કરે છેઃ મોદી

25 January, 2020 01:46 PM IST  |  New Delhi

શરીરમાંથી નીકળતો પરસેવો મારા ચહેરા પરના મેલને દૂર કરે છેઃ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય વીરતા પુરસ્કારોથી સમ્માનિત બાળકોને મળી તેમને દેશનું ભવિષ્ય ગણાવતાં કેટલાંક મંત્રો આપ્યા. પીએમે આ દરમ્યાન પોતાની પણ એક દિલચશ્પ વાત કહી. તેમણે કહ્યું કે મહેનતના લીધે દિવસમાં ચાર વખત પરસેવો આવવાની વાત કરતાં પોતાની એક રસપ્રદ વાત શેર કરી.

પીએમે કહ્યું કે એક વખત એક શખસે તેમને પૂછયું હતું કે તમારા ચહેરા પર આટલું તેજ કેવી રીતે છે? ત્યારે પીએમે કહ્યું કે મેં એ વ્યક્તિને જણાવ્યું કે હું દિવસ દરમ્યાન ખૂબ મહેનત કરું છું અને શરીરમાંથી નીકળતો પરસેવો મારા ચહેરાના મેલને દૂર કરે છે. તેનાથી જ મારો ચહેરો આટલો તેજ દેખાય છે. તેનાથી જ મારા ચહેરા પર આટલું બધું તેજ દેખાય છે.

પીએમે બહાદુર બાળકોને કહ્યું કે તેમની વાર્તા સાંભળીને તેમને અને દરેક લોકોને ગર્વ થાય છે. પીએમે કહ્યું કે તેઓ બધાં બાળકોના બહાદુરીના કિસ્સા દુનિયા સાથે શેર કરશે. તમે બધાં આમ તો નાની ઉંમરનાં છો પરંતુ તમે જે કામ કર્યું છે તે કરવાનું જો છોડી દો, વિચારવામાં પણ મોટા-મોટા લોકોને પરસેવો છૂટી જાય છે.

બાળકો સાથે વાત કરતાં પીએમે કેટલીય પોતાની વાતો પણ કહી. તેમને કોઈએ પૂછયું, મમ્મીની યાદ નથી આવતી?

તો પીએમે જવાબ આપ્યો કે જ્યારે યાદ કરું છું તો તમામ થાક ઊતરી જાય છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ પુરસ્કાર મેળવનાર બાળકો પર આખા દેશનું ધ્યાન જાય છે. તમે બધાં તેમના હીરો બની જાઓ છો.

પીએમે આપ્યો પાણી પીવાનો મંત્ર

વાત એમ હતી કે બન્યું એવું કે પીએમે બાળકોને મહેનત કરવાની શીખ આપતાં તેમને પાણી પીવાની રીત પૂછી લીધી. તેમણે બાળકોને કહ્યું કે પાણી હંમેશાં બેસીને જ પીવું જોઈએ. તેમણે કહ્યું કે આ નાની વસ્તુ છે, તેનું શાસ્ત્ર કોઈ સમજાવશે અને હું તેના ચક્કરમાં પડવા માગતો નથી.

narendra modi new delhi national news