લદાખમાં ચીની સૈન્યને ફરી પીછેહઠ કરવાની ફરજ પાડી ભારતીય જવાનોએ

01 September, 2020 11:37 AM IST  |  New Delhi | Agencies

લદાખમાં ચીની સૈન્યને ફરી પીછેહઠ કરવાની ફરજ પાડી ભારતીય જવાનોએ

લદ્દાખમાં ચીનની સેના કોઈ પણ હિસાબે ભડકો કરવાની તૈયારી કરી રહી છે ત્યારે ભારતીય લશ્કરે પણ મનાલી માર્ગે લેહ-લદ્દાખ સુધી મોટા પાયે શસ્ત્ર સરંજામ પહોંચડાવાનું શરૂ કરી દીધું છે. તસવીર : પી.ટી.આઈ.

પૂર્વી લદાખના પેન્ગૉન્ગ ત્સો તળાવ વિસ્તારની દક્ષિણ કાંઠે સ્ટેટસ ક્વોની સ્થિતિ બદલીને ૨૯ અને ૩૦ ઑગસ્ટની વચ્ચેની રાતે ચીની સૈનિકોએ કરેલી ‘ઉશ્કેરણીજનક’ લશ્કરી ગતિવિધિઓને નિષ્ફળ બનાવી હોવાનું ભારતીય લશ્કરે ગઈ કાલે જણાવ્યું હતું.

ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકોએ પૂર્વી લદાખમાં ચાલી રહેલા અવરોધ અંગે લશ્કરી અને રાજદ્વારી વ્યસ્તતા દરમ્યાન કરવામાં આવેલી અગાઉની સર્વસંમતિનું ઉલ્લંઘન કર્યું હતું અને સ્થિતિને બદલવા માટે ઉશ્કેરણીજનક લશ્કરી હિલચાલ કરી હતી એમ સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે જણાવ્યું હતું.

ભારતીય સૈનિકોએ પેન્ગૉન્ગ ત્સો તળાવની દક્ષિણ કાંઠે આ પીએલએ પ્રવૃત્તિ પહેલાંથી ખાલી કરી દીધી હતી, અમારી સ્થિતિને મજબૂત બનાવવા અને જમીન અંગે ચાલી રહેલી તકરારને એકતરફી બદલવાના ચીની ઇરાદાઓને નાબૂદ કરવાનાં પગલાં લેવામાં આવ્યાં હોવાનું તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.
કર્નલ આનંદે જણાવ્યું હતું કે હાલમાં મુદ્દાઓ હલ કરવા માટે ચૂશુલ ખાતે બ્રિગેડના કમાન્ડર-સ્તરની ફ્લૅગ બેઠક ચાલી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે ભારતીય સેના સંવાદ દ્વારા શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા કટિબદ્ધ છે, પરંતુ તેની પ્રાદેશિક અખંડતાનું રક્ષણ કરવું પણ એટલું જ પ્રતિબદ્ધ છે.

મોદીજી, ચીનને લાલ આંખ ક્યારે બતાવશો : કૉન્ગ્રેસ

સરહદ પરની ચીની આક્રમકતા વિશે સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં ગઈ કાલે કૉન્ગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે ચીન સામે ‘લાલ આંખ’ બતાવશે એમ પૂછ્યું હતું.

પેન્ગૉન્ગ ત્સો તળાવમાં ચીન દ્વારા કરવામાં આવેલા આક્રમણનો વધુ એક પ્રયાસ છે. હિન્દીમાં એક ટ્વીટમાં કૉન્ગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે ‘આપણાં સશસ્ત્ર દળો ભારત માતાની સુરક્ષા માટે નિર્ભયતાથી ઊભા છે, પરંતુ મોદીજી ક્યારે લાલ આંખ બતાવશે.’

ladakh jammu and kashmir china india indian army