એક મહિનામાં ગૅસના બાટલામાં 100 રૂપિયા વધી ગયા

26 February, 2021 11:01 AM IST  |  New Delhi

એક મહિનામાં ગૅસના બાટલામાં 100 રૂપિયા વધી ગયા

ફાઈલ તસવીર

રસોઈ-ગૅસના સિલિન્ડરની કિંમતમાં ફરી એક વાર વધારો થયો છે. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને ફેબ્રુઆરીમાં ત્રીજી વખત ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો કરતાં એકંદરે ૧૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. આ અગાઉ ૪ અને ૧૪ ફેબ્રુઆરીએ કિંમતમાં વધારો કરાયો હતો. ડિસેમ્બરમાં રસોઈ ગૅસ-સિલિન્ડરની કિંમતમાં પહેલી અને ૧૫ ડિસેમ્બરે એમ બે વખત ૫૦ રૂપિયાના વધારા સાથે સિલિન્ડર અગાઉના ૫૯૪થી ૧૦૦ રૂપિયા વધીને ૬૯૪ રૂપિયા થયો હતો. જાન્યુઆરીમાં ગૅસના સિલિન્ડરની કિંમત સ્થિર રાખવામાં આવ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં ચોથી ફેબ્રુઆરીએ ૨૫ રૂપિયા અને માત્ર ૧૦ જ દિવસની અંદર ૧૪ ફેબ્રુઆરીએ ૫૦ રૂપિયાનો વધારો કરાયા બાદ ફરી એક વાર સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયા વધારીને ફેબ્રુઆરી મહિનામાં પણ એકંદર ૧૦૦ રૂપિયાના વધારા સાથે રસોઈ ગૅસ-સિલિન્ડરની કિંમત ૭૯૪ પર પહોંચી છે. રસોઈ-ગૅસની કિંમતમાં વધારો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતમાં પેટ્રોલની કિંમત એની ઉચ્ચતમ સપાટીએ પહોંચી છે.

new delhi national news