ઘરે-ઘરે વૅક્સિન પહોંચાડો : પ્રિયંકા વાડ્રા

13 May, 2021 01:21 PM IST  |  New Delhi | Agency

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ભારત વૅક્સિનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા

કૉન્ગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ૧૨ એપ્રિલે વૅક્સિનેશન ડે ઊજવવા બદલ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ફક્ત ૩૦ દિવસમાં વૅક્સિનેશનનું પ્રમાણ ૮૨ ટકા ઘટી ગયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરેક ઘરે જઈને વૅક્સિન નહીં અપાય તો કોરોના સામે લડત મુશ્કેલ છે. 

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ભારત વૅક્સિનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. બીજેપીએ ૧૨ એપ્રિલે વૅક્સિન ડે ઊજવ્યો. વડા પ્રધાન મોદીજીએ તો વૅક્સિનના કારખાનામાં જઈને તેમના ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા, પરંતુ વાયલ્સની પૂરતી વ્યવસ્થા ન કરી. તેથી ૩૦ દિવસમાં વૅક્સિનેશનનું પ્રમાણ ૮૨ ટકા ઘટી ગયું હતું.’ 

national news priyanka gandhi coronavirus covid19 covid vaccine vaccination drive