87 વર્ષીય વૃદ્ધને ડિફેન્સ ડિપાર્ટમેન્ટ રકમ ચૂકવેઃ હાઇકોર્ટ

12 September, 2020 04:20 PM IST  |  New Delhi | Agency

87 વર્ષીય વૃદ્ધને ડિફેન્સ ડિપાર્ટમેન્ટ રકમ ચૂકવેઃ હાઇકોર્ટ

ફાઈલ તસવીર

પઠાણકોટના એક ૮૭ વર્ષીય વ્યક્તિની જમીન પાંચ દાયકા અગાઉ વહીવટી તંત્રએ લઇ લીધા બાદ તેને વળતર ચૂકવવામાં નિષ્ફળ જનારા ડિરેક્ટરેટ જનરલ ઓફ ડિફેન્સ એસ્ટેટ્સ (ડીજીડીઇ)ને દિલ્હી હાઇકોર્ટે તે વ્યક્તિને રૂપિયા એક લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ડીજીડીઇ વળતર ચૂકવ્યા વિના નાગરિકોની મિલકત લઇ શકે નહીં.

પિટીશનર (મોહિન્દર લાલ)ને આ વળતર મળવું જોઇએ, તેમ જસ્ટિસ નવિન ચાવલાએ ૭મી સપ્ટેમ્બરે જણાવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, પિટીશનરની વય ૮૭ વર્ષની છે અને આ વયે પણ તેમણે તેમની કાયદેસરની મળવાપાત્ર રકમ મેળવવા અદાલતના ચક્કર કાપવા પડે છે અને વહીવટી તંત્રએ દાખવેલી ઘોર ઉદાસીનતા અને નિષ્ક્રિયતાને કારણે મોહિન્દર લાલને આ પિટીશન દાખલ કરવાની ફરજ પડી છે.

મોહિન્દર લાલ વતી તેમના એડવોકેટ તરુણ રાણાએ જણાવ્યું હતું કે, પંજાબના પઠાણકોટ પ્રદેશમાં આવેલી મોહિન્દર લાલની જમીન ડીજીડીઇએ સંરક્ષણના હેતુથી સંપાદિત કરી હતી. તેમને વળતર ચૂકવવાનો પ્રથમ આદેશ 198માં પંજાબની ટ્રાયલ કોર્ટે, ત્યાર બાદ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટે પણ આપ્યો હતો, તેમ છતાં હજી સુધી મોહિન્દરને રકમ ચૂકવવામાં આવી નથી.

new delhi pathankot delhi high court national news