કોરોનાની દવા કોલ્ચિનીનની ટ્રાયલ તૈયારી શરૂ

13 June, 2021 01:06 PM IST  |  New Delhi | Agency

ભારત આ દવાનો સૌથી વધુ ઉત્પાદન કરનારા દેશ છે

હાલમાં ગાઉટ તેમ જ સોજા ચડવાની વ્યાધિઓની સારવાર માટે કોલ્ચિનીન વપરાય છે

કોરોના ઇન્ફેક્શનના રોગચાળાના દરદીઓને સાજા કરવાની કોલ્ચિનીન નામની દવાની ક્ષમતા તપાસવા બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ્સની તૈયારી કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક અૅન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઇઆર)ના તંત્રે કરી છે. 

હાલમાં ગાઉટ તેમ જ સોજા ચડવાની વ્યાધિઓની સારવાર માટે કોલ્ચિનીન વપરાય છે. એ દવા હ્રદયવિકાર ધરાવતા કોરોના ઇન્ફેક્ટેડ દરદીઓની સારવાર માટે મહત્ત્વની દવા સાબિત થઈ શકે એમ છે, તેથી સીએસઆઇઆરમાં ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત કોલ્ચિનીનનું સૌથી વધારે ઉત્પાદન કરતા દેશોમાંથી એક છે. તેથી આ ટ્રાયલ્સ સફળ થાય તો દેશના લોકોને વાજબી દરે અસરકારક દવા ઉપલબ્ધ થઈ શકશે.

national news coronavirus covid vaccine covid19 vaccination drive