દેશમાં કૉલેજીસ પહેલી નવેમ્બરથી શરૂ થશે : દિવાળી વેકેશનમાં કાપ મુકાશે

23 September, 2020 02:23 PM IST  |  New Delhi | Agency

દેશમાં કૉલેજીસ પહેલી નવેમ્બરથી શરૂ થશે : દિવાળી વેકેશનમાં કાપ મુકાશે

પ્રતીકાત્મક તસવીર

યુનિવર્સિટીઓ અને કૉલેજોનું નવું શૈક્ષણિક સત્ર વિલંબમાં પડ્યું છે. એ સત્ર હવે ૧ નવેમ્બરે શરૂ થશે અને અભ્યાસક્રમ પૂરો કરવામાં મુશ્કેલી ન પડે એ માટે દિવાળી અને ઉનાળુ વેકેશન તેમ જ અન્ય રજાઓ પર કાપ મુકાશે. કોરોના રોગચાળાને કારણે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને નિષ્ણાતોની સમિતિના માર્ગદર્શન અનુસાર ઉક્ત નિર્ણયો લીધા છે.

કેન્દ્રના શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં શૈક્ષણિક સત્રના કૅલેન્ડર અને કાર્યક્રમમાં ફેરફાર કરાયા હોવાનું જણાવ્યું હતું. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ફર્સ્ટ યર અન્ડર ગ્રેજ્યુએટ તથા યુનિવર્સિટીઓના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતોની સમિતિએ રજૂ કરેલી માર્ગદર્શક સૂચનાઓ તેમ જ શૈક્ષણિક સત્રના કૅલેન્ડર અને કાર્યક્રમ મંજૂર કર્યા હોવાનું પોખરિયાલે જણાવ્યું હતું.

કમિશને ગયા એપ્રિલ મહિનામાં જાહેર કરેલા ઑલ્ટરનૅટિવ ઍકેડેમિક કૅલેન્ડરના અનુસંધાનમાં ફર્સ્ટ યરની એડમિશન પ્રોસેસ ૩૧ ઑક્ટોબર સુધીમાં પૂરી કરવાની રહેશે અને ફર્સ્ટ સેમિસ્ટર ૧ નવેમ્બરે શરૂ કરવાનું રહેશે.

new delhi national news mumbai university