ચીનની વધુ એક અવળચંડાઈ : બ્રહ્મપુત્રા નદી પર વિશાળ બંધ બનાવશે

01 December, 2020 10:47 AM IST  |  New Delhi | Agency

ચીનની વધુ એક અવળચંડાઈ : બ્રહ્મપુત્રા નદી પર વિશાળ બંધ બનાવશે

બ્રહ્મપુત્રા નદી

પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સરહદ વિવાદની વચ્ચે ચીની ડ્રૅગન તિબેટમાંથી નીકળતી બ્રહ્મપુત્રા નદી કે યારલુંગ જાંગબો નદીના નીચલા પ્રવાહો પર ભારતીય સીમાની નજીક એક વિશાળકાય ડૅમ બનાવવા જઈ રહ્યું છે. આ ડૅમ એટલો મોટો હશે જેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ચીનમાં બનેલા બીજા દુનિયાના સૌથી મોટા ડૅમ થ્રી જોર્જની સરખામણીએ આ ત્રણ ગણો મોટો હાઇડ્રોપાવર પેદા કરી શકશે. ચીનના આ વિશાળ આકારના ડૅમથી ભારતનાં પૂર્વોત્તર રાજ્યો અને બંગલા દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે.

તિબેટ સ્વાયત્ત વિસ્તારમાંથી નીકળતી બ્રહ્મપુત્રા નદી ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્ય દ્વારા દેશની સરહદમાં પ્રવેશ કરે છે. અરુણાચલ પ્રદેશમાં આ નદીને સિયાંગ કહેવામાં આવે છે. ત્યાર બાદ આ નદી આસામ પહોંચે છે ત્યારે એને બ્રહ્મપુત્રા કહેવામાં આવે છે. આસામથી થઈને બ્રહ્મપુત્રા બંગલા દેશમાં પ્રવેશ કરે છે. બ્રહ્મપુત્રાને ભારતનાં પૂર્વોત્તર રાજ્યો અને બંગલા દેશની જીવનદોરી માનવામાં આવે છે અને લાખો લોકોની આજીવિકા એના પર નિર્ભર છે.

new delhi national news china