સીબીએસઈના દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

01 January, 2021 10:55 AM IST  |  New Delhi | Agency

સીબીએસઈના દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

પ્રતીકાત્મક તસવીર

સીબીએસઈના વિદ્યાર્થીઓ લાંબા સમયથી બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. આજે કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે સીબીએસઈના દસમા અને બારમા બોર્ડની પરીક્ષાની તારીખોની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે સીબીએસઈ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. ૪ મે, ૨૦૨૧થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા ૧૦ જૂન સુધી સમાપ્ત કરી દેવામાં આવશે. કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે ૧૫ જુલાઈ સુધીમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સીબીએસઈ બોર્ડની પરીક્ષા ૪ મે, ૨૦૨૧થી શરૂ થશે. આ પરીક્ષાઓ ૧૦ જૂન, ૨૦૨૧ સુધીમાં સમાપ્ત થશે. પરિણામની જાહેરાત ૧૫ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં કરવામાં આવશે. પ્રૅક્ટિકલ પરીક્ષા ૧ માર્ચ, ૨૦૨૧થી શરૂ થશે.

new delhi national news central board of secondary education