ફૂડ માર્કેટ્સમાં જંગલી સસ્તન પ્રાણીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકો : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન

14 April, 2021 11:06 AM IST  |  New Delhi | Agency

ડબ્લ્યુ.એચ.ઓ. (હૂ) તરીકે જાણીતા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ગઈ કાલે વિશ્વની ફૂડ માર્કેટ્સમાં જંગલી સસ્તન પ્રાણીઓને જીવતા વેચવા પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન

ડબ્લ્યુ.એચ.ઓ. (હૂ) તરીકે જાણીતા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ગઈ કાલે વિશ્વની ફૂડ માર્કેટ્સમાં જંગલી સસ્તન પ્રાણીઓને જીવતા વેચવા પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોરોનાની મહામારીના પ્રારંભિક કેસ વિશે ચીનના વુહાન શહેરનાં બજારો જોડે જે સંબંધ હતો એનો ઉલ્લેખ કરતાં આ જાગતિક સંસ્થાએ જણાવ્યું હતું કે શરૂઆતના ઘણા કેસ વુહાનના ફૂડ માર્કેટના સ્ટૉલ-માલિકોના જ હતા. 

સંસ્થાએ એવું પણ જણાવ્યું હતું કે ‘પરંપરાગત બજારો નાગરિકોના બહોળા વર્ગની આજીવિકાનો આધાર છે, પરંતુ દુકાનદારો અને તેમના કર્મચારીઓના આરોગ્યના રક્ષણ માટે ફૂડ માર્કેટ્સમાં જંગલનાં સસ્તન પ્રાણીઓ જીવતા વેચવા પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. 

કોરોના રોગચાળો ફેલાવાનાં કારણોના અભ્યાસ અને ચર્ચાઓને પગલે નવા રોગચાળા ફેલાતા રોકવા માટે ઉપરોક્ત પ્રતિબંધ આવશ્યક છે.’

national news new delhi world health organization