દિલ્હીની ચૂંટણીની જવાબદારી અમિત શાહના માથે

04 January, 2020 12:40 PM IST  |  New Delhi

દિલ્હીની ચૂંટણીની જવાબદારી અમિત શાહના માથે

અમિત શાહ

પહેલા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન બાદ હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ એમ એક જ વર્ષમાં ૬ રાજ્યોમાં બીજેપીને કારમી હાર મળતાં હવે ફરી એક વાર બીજેપી અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણપણે કમાંડ પોતાના હાથમાં લેશે. જેથી બીજેપીને નવા અધ્યક્ષ માટે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધી રાહ જોવી પડી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાને પાર્ટીની અધ્યક્ષપદની જવાબદારી સોંપાશે. જોકે આમ થવામાં હજી બે મહિના જેટલો સમય લાગી શકે છે.

સામાન્ય રીતે લોકસભા અથવા વિધાનસભા ચૂંટણી ચાલતી હોય ત્યારે બીજેપી અધ્યક્ષપદની પસંદગી નથી કરતી. આમ આ સંજોગોમાં પાર્ટીને નવા અધ્યક્ષ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મળવાની શક્યતા છે. નિયમ પ્રમાણે અધ્યક્ષપદની ચૂંટણી માટે ૫૦ ટકા રાજ્યોમાં સંગઠન ચૂંટણી જરૂરી છે. મકરસંક્રાતિ બાદ પાર્ટી આ નિયમ અમલી બનાવશે. બરાબર આ દરમ્યાન જ દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો : પ્લાસ્ટિકનો વિકલ્પ શોધો :વિજ્ઞાનીઓને નરેન્દ્ર મોદીની હાકલ

અમિત શાહના સ્થાને બીજેપીના વર્તમાન કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાને અધ્યક્ષ બનાવવામાં આવશે. જોકે નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવતાની સાથે જ આ બાબત નિશ્ચિત બની હતી.

amit shah new delhi delhi elections