દિલ્હી દંગલઃ 6 કલાક લાઇનમાં બેઠા બાદ કેજરીવાલે ઉમેદવારીપત્ર ભર્યું

22 January, 2020 10:41 AM IST  |  New Delhi

દિલ્હી દંગલઃ 6 કલાક લાઇનમાં બેઠા બાદ કેજરીવાલે ઉમેદવારીપત્ર ભર્યું

સબ કા નંબર આએગા : આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગઈ કાલે દિલ્હીના જામનગર હાઉસ ખાતે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારી પત્રક ભરવા માટે ગયા હતા. તસવીર : પી.ટી.આઇ.

દેશના ચૂંટણીના ઇતિહાસમાં કદાચ એવું પહેલીવાર થઈ રહ્યું છે કે કોઈ એક મુખ્ય પ્રધાન ફરીથી ઉમેદવારી ન કરી શકે તે માટે એવી કોઈ રણનીતિ અપનાવવામાં આવી રહી હોય કે જેમાં તેઓ ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે એવા સંજોગોનું નિર્માણ થાય કે તેઓ ઉમેદવારી જ કરી ન શકે!

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગઈ કાલે છેલ્લા દિવસે વિધાનસભા ચૂંટણી માટે નવી દિલ્હી બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા ગયા તેમને અને તેમની પાર્ટીના નેતાઓને એવું સહેજ પણ ના લાગ્યું કે જ્યારે ચૂંટણી પંચ દ્વારા તેમને ૪૫ નંબરનો ટૉકન આપીને રાહ જોવા કહેવામાં આવ્યું તે કોઈ સામાન્ય બાબત છે કે અસામાન્ય. શરૂઆતમાં તો તેમને એક સામાન્ય લાગતું હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને જેઓ ઉમેદવારી નોંધાવી રહ્યા હતા તેના પરથી તેમ તેમ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીના નેતાઓને હવે તેમાં વિરોધીઓની કોઈ સાજિશ દેખાઈ રહી છે કે કેજરીવાલ સમૂળગી ઉમેદવારી જ કરી ના
શકે એવું કોઇ કાવતરું રચવામાં આવ્યું છે, પરંતુ સાંજે ૬.૧૫ વાગે તેમનો નંબર આવ્યો હતો.

આ અગાઉ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું છે કે બીજેપી ભલે ગમે તેટલું કાવતરું કરે, અરવિંદ કેજરીવાલને ઉમેદવારીપત્ર ભરવામાં રોકી શકશે નહીં.

new delhi arvind kejriwal national news