ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા T20 સિરીઝ માટે 14 દિવસનો ક્વૉરન્ટીન-પિરિયડ એક પડકાર

24 July, 2020 11:35 AM IST  |  New Delhi | Agencies

ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા T20 સિરીઝ માટે 14 દિવસનો ક્વૉરન્ટીન-પિરિયડ એક પડકાર

ઑસ્ટ્રેલિયા ટીમ

ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ વિશે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ૧૪ દિવસના ક્વૉરન્ટીન-પિરિયડની સમીક્ષા કરી રહી છે. હાલના સમયમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સરકારી નિયમોની સમીક્ષા કરી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના નિયમોને ધ્યાનમાં રાખીને પ્લેયરોએ ૧૪ દિવસના ક્વૉરન્ટીન-પિરિયડનું પાલન કરવું જરૂરી છે, એવામાં આ ટી૨૦ સિરીઝ કેવી રીતે રમાશે એ ચર્ચાનો વિષય બની રહ્યો છે. બીસીસીઆઇના અધિકારીએ કહ્યું કે ‘કોરોનાને કારણે ઑસ્ટ્રેલિયામાં નક્કી કરેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે. એમાં કોઈ બીજો માર્ગ નથી. આ વૈશ્વિક બીમારીનો સૌકોઈ સામનો કરી રહ્યું છે. એવામાં ટુર્નામેન્ટ માટે તારીખો અને આયોજન કઈ રીતે પાર પડે છે એ જોવાનું છે.‌ જો ક્વૉરન્ટીન માટેનો સમય ઓછો કરવામાં આવે તો ટુર્નામેન્ટ માટેનો સમય પણ ઓછો થઈ જશે. અમને એ વાતની ખુશી છે કે પહેલાં કામ શરૂ થઈ ગયું છે. બન્ને ટીમના પ્લેયર્સ એકદમ ફિટ છે. ઑસ્ટ્રેલિયા સાથે રમ્યા બાદ ભારતની ટીમ ઇંગ્લૅન્ડ સાથે રમશે અને એ ટુર્નામેન્ટની તારીખો નક્કી કરવામાં આવી રહી છે. પિન્ક બૉલ ટેસ્ટ કદાચ અમદાવાદમાં રમાઈ શકે છે. બીજી જગ્યા કેવી રીતે ઉપલબ્ધ છે અને પ્લેયર્સના રહેવા માટે હોટેલો અવેલેબલ છે કે નહીં એ પણ અમારે જોવાનું રહેશે. આશા છે કે આ વર્ષના અંત પહેલાં સરકાર તરફથી પણ અમને થોડી ઘણી ચોખવટ મળી રહેશે.’

આ ઉપરાંત ૨૬ જાન્યુઆરી પહેલાં ભારતની ઑસ્ટ્રેલિયા સાથે ટી૨૦ સિરીઝ પૂરી કરીને તેઓ સ્વદેશ પાછા ફરી શકે એવી યોજના બનાવવામાં આવી રહી છે. આ સંભવિત શેડ્યુલને કારણે ઇંગ્લૅન્ડ સાથે ભારત ફેબ્રુઆરીમાં સિરીઝ રમી શકે છે.

india australia cricket news sports news t20 international