નેપાલનું ઉંબાડિયું, ભારતના વિસ્તારને પોતાના ગણાવ્યા

11 June, 2020 03:31 PM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

નેપાલનું ઉંબાડિયું, ભારતના વિસ્તારને પોતાના ગણાવ્યા

પ્રતીકાત્મક તસવીર

દેશના નવા અને વિવાદિત નકશા પર નેપાલના નીચલા સંસદના પ્રતિનિધિ ગૃહ દ્વારા રજૂ કરાયેલ બંધારણીય સુધારા બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. ભારત સાથે સીમાવિવાદ વચ્ચે આ નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાલે પોતાના ક્ષેત્રમાં દેખાડ્યા છે. કાયદા, ન્યાય અને સંસદીય મામલાના પ્રધાન શિવમાયા થુમ્ભાંગફે એ દેશના નકશામાં ફેરફાર માટે બંધારણીય સુધારા બિલ પર ચર્ચા માટે આને રજૂ કર્યું હતું.

આ બંધારણીય સુધારા બિલને હવે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. તેમના હસ્તાક્ષર બાદ નવો નકશો કાયદાકીય રૂપ ધારણ કરી લેશે. નેપાલની સંસદમાં મંગળવારે મોડી સાંજ સુધી નકશાને લઈ ચર્ચા થઈ હતી. ત્યારે વિદેશ પ્રધાન પ્રદીપ કુમાર ગ્યાવલીએ ભારત સાથે વાતચીત કરવા ભલામણ કરી હતી. માહિતી મુજબ બિલમાં બંધારણની ત્રીજી સૂચિમાં સમાવિષ્ટ નેપાલના રાજકીય નકશામાં ફેરફારની દરખાસ્ત કરવામાં આવી છે. બંધારણમાં સુધારો કરવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર હોય છે.

આપણે જણાવી દઈએ કે ભારતના લિપુલેખમાં માનસરોવર બનાવવા વિશે નેપાલે કડક પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરા તેના ક્ષેત્રમાં આવે છે. નેપાલે આના જવાબમાં હવે નવો નકશો રજૂ કર્યો છે એથી આ ત્રણે વિસ્તાર તેની સીમામાં દેખાય છે. નવા નકશાને લઈ જ્યારે દેશની સંસદમાં રજૂ કરવા

માટે બંધારણમાં સુધારાની વાત આવી તો બધી પાર્ટીઓ એકસાથે નજરે આવી. આ દરમિયાન પીએમ કેપી શર્મા ઓલીએ ભારતને લઈ કડક વલણ અપનાવ્યું હતું.

national news kathmandu nepal india