NEET Exam Paper Leak: “ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને આપશું NEET પેપર લીકની સજા...” વડા પ્રધાન મોદીનું નિવેદન

23 July, 2026 11:48 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

NEET Exam Paper Leak: કૉક્રોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં દિલ્હીમાં જંતર-મંતર પર ચાલી રહેલ વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન સામે આવ્યું છે.

નરેન્દ્ર મોદી

કૉક્રોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં દિલ્હીમાં જંતર-મંતર પર ચાલી રહેલ વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે દેશના યુવાઓના ભાવિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જણાવ્યું હતું કે પેપર લીક (NEET Exam Paper Leak)ના મામલામાં કડકમાં કડક કાર્યવાહીનો આદેશ આપી દેવામાં આવ્યો છે. અને આ કેસમાં જેટલા પણ દોષિતો હશે તે તમામને કઠોર શિક્ષા કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટસ ગઠિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

વડા પ્રધાનની એક્સ પરની પોસ્ટ

વડા પ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, દેશના યુવાનો અને તેમના ભવિષ્યનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીક (NEET Exam Paper Leak)ના તમામ કેસના ઝડપી નિકાલ લાવવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતોનું ગઠન કરવામાં આવશે, અને આ મામલાના તમામ ગુનેગારોને વહેલી તકે કડક સજા કરવામાં આવશે. આ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી આદેશો પણ આપી દેવાયા છે. વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારામાંથી કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. 

તમને જણાવી દઈએ કે પ્રદર્શનકારીઓ ૨૦મી જુલાઈએ `સંસદ ચલો` માર્ચ યોજી હતી. ત્યારબાદ સતત ત્રીજા દિવસે તેઓ જંતર મંતર પર ધરણા પર બેઠા છે. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. દિલ્હી પોલીસની આ બર્બરતાના અનેક વિડીયોઝ શોષીયલ મીડિયા પર વહેતા થયા હતા. કૉક્રોચ જનતા પાર્ટીએ પોલીસની આ કાર્યવાહીમાં બળજબરી કરી હોવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે દિલ્હી પોલીસ કહી રહી છે કે પ્રદર્શનકારીઓએ સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો તે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં જંતર મંતર ખાતે પ્રદર્શનકારીઓ (NEET Exam Paper Leak) ધરણાં પર બેઠા છે અને આંદોલન ઉગ્ર બન્યું છે અને સતત કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ થઈ રહી છે તે વચ્ચે વડા પ્રધાને એક્સ પર પોસ્ટ કરીને આ નિવેદન આપ્યું છે ત્યારે એમન જણાઈ રહ્યું છે કે સરકાર આ અંગે હવે કડક વલણ અપનાવ્યું છે.

NEET Exam Paper Leak: હાલમાં ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાંથી એક વીડિયો સંદેશમાં વાંગચુકે જણાવ્યું હતું કે, "હું હજુ પણ જીવું છું.  આ મારા ઉપવાસનો ૨૫મો દિવસ છે. મારું વજન લગભગ ૧૧ કિલો ઘટી ગયું છે. મારા સ્નાયુઓ નબળા પડી ગયા છે. પરંતુ હું હજી સ્વસ્થ છું. કેન્દ્ર સરકાર મને ખાતરી આપે કે તેમની સામે બળજબરી કરવામાં આવશે નહીં અને ન તો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈ એફઆઈઆર અથવા અન્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે”

national news india narendra modi indian government jantar mantar cockroach janata party neet exam Sonam Wangchuk