૬૪ ટકા વૅક્સિન ગામડાઓમાં અપાઈ

24 June, 2021 10:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાલ ૭૧ ટકા વૅક્સિન સેન્ટર્સ ગામડાંમાં છે

પ્રતીકાત્મક તસવીર

સુધારિત વૅક્સિનેશન ગાઇડ લાઇન્સના અમલના પહેલા દિવસે ગયા સોમવારે (૨૧ જૂને) કુલ રસીકરણનો ૬૩.૬૮ ટકા હિસ્સો ગ્રામીણ ક્ષેત્રોનો હતો. નીતિ આયોગના મેમ્બર (હેલ્થ) ડૉ. વી. કે. પૉલે જણાવ્યું હતું કે ‘સોમવારે ૮૮.૦૯ લાખ લોકોને વૅક્સિન્સ આપવામાં આવી હતી, તેમાંથી ગામડાંના ૫૬.૦૯ લાખ લોકોને અને શહેરોના ૩૧.૦૯ લાખ લોકોને વૅક્સિન્સ આપવામાં આવી હતી.

હાલ ૭૧ ટકા વૅક્સિન સેન્ટર્સ ગામડાંમાં છે. ૮૮.૦૯ લાખ લોકોને વૅક્સિન અપાઈ હોવા છતાં કોવિન પ્લૅટફૉર્મ પર કોઈ સમસ્યા નડી નહોતી. તેમાં ૪૬ ટકા મહિલાઓ અને ૫૩ ટકા પુરુષો હતા. ૨૧ જૂને ૯૨ ટકા વૅક્સિન્સ સરકારી સેન્ટર્સ પરથી આપવામાં આવી હતી.’

coronavirus covid19 national news covid vaccine vaccination drive