માલાબાર યુદ્ધાભ્યાસ: ચીન સાથે તાણ દરમિયાન સમુદ્રમાં ભારત બતાવશે તાકાત

17 November, 2020 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

માલાબાર યુદ્ધાભ્યાસ: ચીન સાથે તાણ દરમિયાન સમુદ્રમાં ભારત બતાવશે તાકાત

ફાઇલ ફોટો

ભારતીય નૌસેના (Indian Navy)ના યુદ્ધાભ્યાસ માલાબારનું બીજું ચરણ મંગળવારે ઉત્તર અરબ સાગરમાં શરૂ થશે. આમાં ભારતીય નૌસેનાનું વિક્રમાદિત્ય વિમાનવાહક પોત, અમેરિકન વિમાન વાહક પોત નિમિત્ઝ અને ઑસ્ટ્રેલિયા તેમજ જાપાનની નૌસેના અગ્રિમ મોરચે તૈનાત પોત ચાર દિવસ સુધી સઘન યુદ્ધાભ્યાસ કરશે.

અધિકારીઓએ જણાવ્યું કે આ યુદ્ધાભ્યાસ દરમિયાન ક્વૉડ સમૂહના દેશોની નૌસેનાઓ દ્વારા મળીને આ કાર્ય કરવાની ક્ષમતાને વધારવા માટે સમન્વિત અભિયાનનો અભ્યાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માલાબાર યુદ્ધાભ્યાસનો પહેલો ચરણ ત્રણથી છ નવેમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં પૂરું થયું અને આ દરમિયાન પનડુબ્બી યુદ્ધ અને સમુદ્રમાંથી હવામાં વાર કરવાની ક્ષમતાનો અભ્યાસ કરવામાં આવ્યો.

આ યુદ્ધાભ્યાસ એવા સમયે થઈ રહ્યું છે છેલ્લા છ મહિનાથી ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં સીમા પર ગતિરોધ ચાલી રહ્યો છે જેથી બન્ને દેશોના સંબંધોમાં તાણ છે. નૌસેનાએ એક નિવેદનમાં જણાવ્યું, માલાબાર યુદ્ધાભ્યાસનો બીજો ચરણ ઉત્તર અરબ સાગરમાં 17થી 20 નવેમ્બર દરમિયાન થશે. નિવેદન પ્રમાણે અભિયાનના કેન્દ્રમાં વિક્રમાદિત્ય વિમાન વાહક પોત અને નિમિત્ઝ પોત પર તૈનાત યુદ્ધ સમૂહ હશે.

નૌસેનાએ કહ્યું કે આ યુદ્ધાભ્યાસ સમુદ્રી મુદ્દે ચાર જીવંત લોકતાંત્રિક દેશો વચ્ચે સમન્વય વધારવા માટે અને હિંદ-પ્રશાંત ક્ષેત્રને ખુલ્લા, સમાવેશી અને નિયમોને આધારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા બતાવવા માટે છે. એક અધિકારીએ ઓળખ ન આપવાની શરતે જણાવ્યું કે આ યુદ્ધાભ્યાસમાં પરમાણુ ઇંધણથી સંચાલિત યૂએસએસ નિમિત્ઝના નેતૃત્વમાં અમેરિકન હુમલાખોર સમૂહ ભાગ લેશે જેથી અભ્યાસના પ્રભાવમાં ઉલ્લેખનીય વધારો થશે.

યૂએસએસ નિમિત્ઝ વિશ્વનો સૌથી મોટો યુદ્ધપોત છે. આ યુદ્ધક સમૂહ વિશાલ નૌસેના છે જેમાં વિમાન વાહક પોત સાથે-સાથે મોટી સંખ્યામાં ડસ્ટ્રૉયર, ફ્રિગેટ અને અન્ય પોત સામેલ છે. આ યુદ્ધાભ્યાસમાં નિમિત્ઝ સાથે ક્રૂઝર પ્રિંસટન અને ડેસ્ટ્રૉયર સ્ટરેટ અને પી8એમ સમુદ્ધી ટોહી વિમાન પણ સામેલ હશે. ઑસ્ટ્રેલિયન નૌસેનાનું પ્રતિનિધિત્વ ફ્રિગેટ બલ્લાર્ટ અને હેલીકૉપ્ટર કરશે.

ભારતીય નૌસેનાએ જણાવ્યું, બે વિમાન વાહક પોત સાતે અન્ય પોત, પનડુબ્બી અને વિમાન અભ્યાસમાં સામેલ થશે અને ચાર દિવસ સુધી ઉંડા સમુદ્રી અભિયાનને અંજામ આપશે. નૌસેનાએ જણાવ્યું કે યુદ્ધાભ્યાસમાં 'ક્રૉૉસ ડેક ફ્લાઇંગ ઑપરેશન અને વિક્રમાદિત્ય પર તૈનાત મિગ-29 કે અને નિમિત્ઝ પર તૈનાત એફ-18 લડાખૂ વિમાન અને ઇ2સી હૉકઆઇ દ્વારા હવાઇ રક્ષાનું અભ્યાસ કરવામાં આવશે. આ સિવાય પનડુબ્બી યુદ્ધનો પણ અભ્યાસ કરવામાં આવશે.'

આઇએનએસ વિક્રમાદિત્ય સિવાય હવાઇ એકમના હેલીકૉપ્ટર, ડેસ્ટ્રૉયર કોલકાતા અને ચેન્નઇ, સ્ટીલ્થ ફ્રિગેટ તલવાર અને સહાયક પોત દીપક પણ આ યુદ્ધાભ્યાસમાં ભારત તરફથી સામેલ થશે. ભારતીય દળનું નેતૃત્વ રિયર એડમિરલ અને પશ્ચિમ વિસ્તારના ફ્લેગ ઑફિસર કૃષ્ણ સ્વામીનાથન કરશે. માલાબાર યુદ્ધાભ્યાસના બીજા ચરણમાં દેશમાં જ નિર્મિત પનડુબ્બી ખંડેરી અને પી8આઇ સમુદ્રી ટોહી વિમાન પણ ભારતીય નૌસેના તરફથી પોતાની ક્ષમતાનો પરિચય આપશે.

આ પણ વાંચો : ભારત અને ચીન ત્રણ દિવસ સુધી દરરોજ 30 ટકા સૈનિકોને પરત બોલાવશે

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ભારતે ઑસ્ટ્રેલિયાના પણ માલાબાર યુદ્ધાભ્યાસમાં સામેલ થવાને જાહેરાત કરી હતી, જેથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના સૈન્ય વિસ્તારનો મુકાબલો કરવા માટે આ ક્વૉડના ચાર સભ્ય દેશોનો અભ્યાસ બનાવવામાં આવ્યો. ચીન માલાબાર યુદ્ધાભ્યાસના ઉદ્દેશ્યને લઈને સશંકિત રહે છે અને અનુભવ કરે છે કે આ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તેમના પ્રભાવને નિયંત્રિત કરવા માટે છે. નોંધનીય છે કે માલાબાર યુદ્ધાભ્યાસની શરૂઆત 1992માં અમેરિકાની સાથે હિંદ મહાસાગરમાં દ્વિપક્ષીય યુદ્ધાભ્યાસ તરીકે થઈ હતી. વર્ષ 2015માં જાપાન આ યુદ્ધાભ્યાસનો સ્થાઇ ભાગ બન્યો.

national news indian navy international news