National Sports day: આ વર્ષે આ ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિકમાં રચ્યો ઈતિહાસ

29 August, 2021 02:35 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે નેશનલ સ્પોર્ટ્સ ડે પર આપણે એ ખેલાડીઓ પર નજર કરીએ જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં આ વર્ષે ભારતનું નામ રોશન કરી મેડલ દેશને નામ કર્યા છે.

નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ, પીવી સિંધુ અને લવલીના

29 ઓગસ્ટને દેશમાં નેશનલ સ્પોર્ટ્સ  ડે તરીકે ઉજવવામાં આવે છે. દિગ્ગજ હૉકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ આજે થયો હતો, તેમની જન્મ જયંતિને ભારત નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવે છે. ત્યારે આજે આપણે વાત કરીએ એ ખેલાડીઓની જેમણે આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરી મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યુ છે. ટોક્યો ઓલિમ્પિક  ( Tokyo olympics)માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. અત્યાર સુધીમાં ભારતે ગોલ્ડ મેડલ સહિત આ ખેલોમાં સાત મેડલ મેળવ્યા. ભારતના ખેલાડીઓએ સિદ્ધિ હાંસિલ કરી છે. આ પહેલા ભારતમાં 2012માં લંડન ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા હતાં, પરંતુ તેમાં એક પણ ગોલ્ડ મેડલ નહોતું. ભારતે 13 વર્ષ બાદ સુવર્ણ પદક હાંસિલ કર્યુ છે. રાષ્ટ્રીય રમત દિવસ પર ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પદક જીતનારા ખેલાડીઓ પર એક નજર કરીએ. 

નીરજ ચોપરાઃ ગોલ્ડ મેડલ


ભાલા ફેંક એથ્લીટ નીરજ ચોપરા ઓલિમ્પિકમાં વ્યકિતગત ગોલ્ડ મેડલ જીતનારા ભારતના માત્ર બીજા ખેલાડી છે.  નીરજને ત્રણ વર્ષથી ઓલિમ્પિકમાં મેડળ માટે દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.  શનિવારે તેમણે આ સાબિત કર્યુ, નીરજ 87.58 મીટરના થ્રો સાથે ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધામાં ભારતને પહેલા ઓલિમ્પિક પદક વિજેતા મળ્યા.

2016 જુનિયર વિશ્વ ચૈમ્પિયનશીપમાં 86.48 મીટરના અન્ડર 20 વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યા  બાદ સતત તે શાનદાર પ્રદર્શન કરી રહ્યાં હતાં.  નીરજ 2016માં જ ભારતીય સેનામાં ચાર રાજપુતાના રાઈફલ્સ માં સુબેદારના પદ પર નિયુક્ત થયા હતાં. 

બજરંગ પુનિયાઃ બ્રોન્ઝ મેડલ

બજરંગ પુનિયાને સુવર્ણ પદક માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. સેમીફાઈનમાં હારનો સામનો કર્યા બાદ તેઓ ગોલ્ડ મેડલનું સપનું પુરી કરી શક્યા નહી, પરંતુ બ્રોન્ઝ  મેડલ જીતી તેમણે ભારતનું નામ જરુર રોશન કર્યુ. 

પુનિયા બાળપણથી જ કુશ્તીને લઈ ઉત્સાહિત હતા. ઘણીવાર તેઓ અડધી રાતે 2 વાગ્યે ઉઠીને અખાડામાં પહોંચી જતા હતાં. કુશ્તીનો એવો જુસ્સો હતો કે વર્ષ 2008માં ખુદ 34 કિલોના હતા અને 60 કિલોના પહેલવાન સાથે અખાડમાં ઉતરી પડ્યા હતાં. 

 

મીરાબાઈ ચાનુઃ સિલ્વર મેડલ

મણીપુરના આ ખેલાડીએ 24 જૂલાઈએ જ મેડલ યાદીમાં ભારતનું નામ નોંધાવી દીધુ હતું.  તેમણે દેશની 21 વર્ષ બાદની આતુરતાનો અંત લાવી 49 કિલોગ્રામમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યુ છે. આ 26 વર્ષીય ખેલાડીએ કુલ 202 કિલો વજનનો ભાર ઉઠાવી રિયો ઓલિમ્પિક( 2016) માં મળેલી નિરાશાને દુર કરી. 

ઈમ્ફાલથી લગભગ 20 કિમી દુર નોંગપોક કોકઝિંગ ગામની રહેવાસી મારીબાઈ ચાનુ છ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તેમનું બાળપણ લાકડાઓ વીણવામાં વીત્યું હતું.   પહેલા તે તીરંદાજ બનાવા ઈચ્છતા હતા, પરંતુ મણીપુરના દિગ્ગજ ભારોત્તોલક કુંજરાની વિશે વાંચ્યા બાદ તેમણે આ રમત સાથે જોડાવાનું નક્કી કર્યુ હતું. 

પીવી સિંધુઃ બ્રોન્ઝ મેડલ

પીવી સિંધુને પહેલેથી જ મેડલ માટે દાવેદાર માનવામાં આવી રહી હતી, અને તેમણે બ્રોન્ઝ મેડલ જીતી કોઈને નિરાશ ન કર્યા.  26 વર્ષીય પીવી સિંધુએ વર્ષ 2016માં  રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.  તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે. 

ટોક્યો ઓલિમ્પિકમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યુ હતું.  તેમના પ્રદર્શનનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે ઓલિમ્પિક સેમીફાઈનમાં તાઈ જુ યિંગ સામે બે ગેમ હાર્યા પહેલા સિંધુને એક પણ ગેમમાં હારનો સામનો કરવો પડ્યો નહોતો. હૈદરાબાદની શટલરે 2014મમાં વિશ્વ ચૈમ્પિયનશીપ, એશિયાઈ ખેલો, રાષ્ટ્રમંડળ ખેલો અને એશિયન ચૈમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીત્યા બાદ આંતરારાષ્ટ્રિય સ્તર પર પોતાનું નામ બનાવ્યું. 


પુરુષ હૉકી ટીમઃ  બ્રોન્ઝ મેડલ 

ભારતીય પુરુષ હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતી 41 વર્ષથી જોવાતી આતુરતાને અંત આપ્યો. આ ગોલ્ડ મેડલ નથી, પરંતુ દેશમાં હૉકીને ફરીથી લોકપ્રિય બનાવવામાં માટે ખુબ જ મહત્વનું છે. ગ્રુપ ચરણની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 1-7 થી હાર્યા બાદ મનપ્રીત સિંહની આગેવાની હેઠળ ટીમે શાનદાર વાપસી કરી હતી. 

સેમીફાઈનમાં બેલ્જિયમ સામે હાર્યા બાદ ટીમે બ્રોન્ઝ મેડલ પ્લે ઓફમાં જર્મનીને 5-4 થી મ્હાત આપી હતી. 


લવલીના બોરગોહેનઃ બ્રોન્ઝ મેડલ 

આસામની લવલીનાએ પોતાની પહેલી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે.  તે વિજેંદર સિંહ અને મેરીકૉમ બાદ મુક્કેબાજીમાં  મેડલ જીતનારી ત્રીજી ભારતીય ખેલાડી છે.  23 વર્ષની લવલીનાની ઓલિમ્પિકની સફર આસામના ગોલાઘાટ  જિલ્લાના બરો મુખિયા ગામથી શરૂ થઈ જયાં તે પહેલા કિક બોક્સર બનાવ ઈચ્છતી હતી. 

ઓલિમ્પિકની તૈયારી માટે 52 દિવસ યુરોપના પ્રવાસ દરમિયાન તે કોરોનાથી સંક્રમિત થઈ હતી, પરંતુ તેમણે શાનદાર વાપસી કરી 69 કિલોગ્રામ વર્ગમાં ચીની તાઈપને મ્હાત આપી બ્રોન્ઝ પોતાને નામ કર્યો હતો. 

રવિ દહિયાઃ સિલ્વર મેડલ 

હરિયાણાના સોનીપત જિલ્લાના નાહરી ગામમાં જન્મેલા રવિએ પુરુષ 57 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુશ્તીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યુ. રવિ દહિયા દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં તાલીમ લે છે, જ્યાંથી પહેલા પણ બે વિજેતા સુશીલ કુમાર અને યોગેશ્વર દત્ત ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ મેળવી ચુક્યા છે. 

તેમના પિતા રાકેશ કુમારે તેમને 12 વર્ષની ઉંમરમાં છત્રસાલ સ્ટેડિયમમાં મોકલી દીધા હતાં.  તેમના પિતા રોજ પોતાના ઘરથી 60 કિલોમીટર દુર આ સ્ટેડિયમમાં ઘી અને દુધ લઈને જતા હતાં.  રવિ દહિયાએ 2019 વિશ્વ ચૈમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ઓલિમ્પિકની ટિકીટ પાકી કરી હતી. ત્યાર બાદ તેમણે 2020માં એશિયાઈ ચૈમ્પિયનશીપ પણ જીતી હતી. 

national sports club of india sports news sports pv sindhu