કાશ્મીરમાં આંતકવાદીઓએ પુલવામાવાળી કરવાનો કર્યો પ્રયાસ

28 May, 2020 11:32 AM IST  |  Kashmir | Gujarati Mid-day Online Correspondent

કાશ્મીરમાં આંતકવાદીઓએ પુલવામાવાળી કરવાનો કર્યો પ્રયાસ

આસપાસનાં ઘરોને દિવસ થતાં ખાલી કરાવાયા અને વાહનને બ્લાસ્ટ કરીને ઉડાડી દેવાયું હતું.

સેનાની સતર્કતાને પગલે કાશ્મીરમાં પુલવામા હુમલા જેવો બીજો હુમલો ટાળી શકાયો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝવિ ડિવાઇસ હતી જેને સમયસર ઝડપી લેવાઇ તથા તેને ઉડાડી દેવાઇ જેથી મોટી હોનારત ટળી છે. આ અંગે જમ્મુ કાશ્મીર પોલીસે ગુરૂવારે સવારે માહિતી પી હતી.

ન્યૂઝ એજન્સીએ પુરી પાડેલી માહિતી અનુસાર મોડી રાતે પોલીસને માહિતી મળી હતી કે પુલવામામાં અમુક આતંકીઓ વિસ્ફોટક ભરેલી કાર લઇ જઇ રહ્યા છે અને તેઓ કદાચ કોઇ ચોક્કસ લોકેશન પર બ્લાસ્ટ કરી શકે તેમ છે. માહિતી મળતાં જ સેનાએ અમુક રસ્તા તરત બંધ કરી દીધા અને જ્યારે તેમણે એક શંકાસ્પદ કાર જોઇ ત્યારે તેને રોકી પણ ખરી જો કે કારમાંથી ફાયરિંગ કરાયું અને અંધારાનો લાભ લઇ ડ્રાઇવર ત્યાંથી છટકી ગયો. કાર પર જે નંબર પ્લેટ હતી તે કોઇ ટૂ વ્હિલરની હતી જે કઠુઆ જિલ્લામાં રજિસ્ટર થયેલું વાહન હતું, તે કારની સાચી નંબરપ્લેટ નહોતી.  સેનાએ આ કાર કબ્જે કરી. રાજપુરા રોડ પર શાદીપુરા વિસ્તારમાં આ ઘટના થઇ હતી. કારની પાછલી સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના પીપ હતા. કારની આખી રાત વૉચ રખાઇ અને આસપાસનાં ઘરોને દિવસ થતાં ખાલી કરાવાયા અને વાહનને બ્લાસ્ટ કરીને ઉડાડી દેવાયું હતું. આતંકીઓનાં મોટા કાવતરાને અગમચેતીથી અટકાવી દેવાયું.

        

jammu and kashmir kashmir terror attack national news pulwama district