PM Modi લૉકડાઉન 5.0 વિષે મન કી બાતમાં વાત કરે તેવી શક્યતા

28 May, 2020 07:58 AM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

PM Modi લૉકડાઉન 5.0 વિષે મન કી બાતમાં વાત કરે તેવી શક્યતા

ગૃહમંત્રાલયનાં સુત્રો અનુસાર લૉકડાઉન 5.0 માત્ર અગિયાર શહેરોને ધ્યાનમાં રાખીને લાગુ કરાશે. તસવીર - એએફપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લૉકડાઉનનાં પાંચમા તબક્કા વિષે 1લી જૂને વાત કરે તેવી શક્યતા છે. તેઓ તેમના રેડિયો પ્રોગ્રામ મન કી બાત મારફતે રાષ્ટ્રને સંબોધશે તેવી વકી છે. લૉકડાઉન 4.0નો 31મી મેએ અંત આવી રહ્યો છે ત્યારે તેઓ રાષ્ટ્રને રેડિયો દ્વારા સંબોધશે અને મન કી બાતમાં લૉકડાઉન 5.0ની વાત કરશે. અંગ્રેજી ન્યુઝ વેબસાઇટ ઇન્ડિયા ટુડેમાં આવેલા એક અહેવાલ અનુસાર ગૃહ મંત્રાલયનાં સુત્રોએ આવી જાણકારી આપી છે. જો કે આ અંગે કશું પણ નક્કર બહાર આવ્યું નથી.

સુત્રો અનુસાર વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં લૉકડાઉન સ્પિરીટની વાત કરશે અને સાથે મોટાભાગના દેશમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવાની વાત કરશે.

લૉકડાઉન 5.0 મુખ્યત્વે અગિયાર શહેરો પર કેન્દ્રિત હશે તેવી પણ ચર્ચા છે.

ગૃહમંત્રાલયનાં સુત્રો અનુસાર લૉકડાઉન 5.0 માત્ર અગિયાર શહેરોને ધ્યાનમાં રાખીને લાગુ કરાશે. દિલ્હી, મુંબઇ, પુના, બેંગાલુરુ, ઇંદોર, ચેન્નાઇ, અમદાવાદ, સુરત, થાણે, જયપુર અને કોલકાતા આ શહેરો પર લૉકડાઉનનો પાંચમો તબક્કો લાગુ કરાશે તેવી શક્યતાઓ છે.

એવા શહેરો જ્યાં કોરોનવાઇરસનાં કૂલ દોઢ લાખથી વધુ કેસિઝનાં સાંઇઠ ટકા જેટલા કેસિઝ થયેલા છે ત્યાં લૉકડાઉનનો પાંચમો તબક્કો લાગુ કરાશે. કેન્દ્રએ પહેલા પણ 30 મહાનગર પાલિકાઓનાં લિસ્ટ તૈયાર કર્યા હતા જેમાં સૌથી વધુ કેસિઝ છે અને આ જ મહાનગર પાલિકાના વિસ્તારોમાં દેશનાં કૂલ કેસિઝનાં એંશી ટકા કેસિઝ થયેલા છે.

કેન્દ્રિય સ્તરે એવો નિર્ણય પણ લેવાઇ શકાય છે કે લૉકડાઉનનાં પાંચમા તબક્કામાં ધાર્મિક સ્થળો ખુલ્લ મુકાય પણ એ પણ નિયમોને આધિન જેમ કે કોઇ ધાર્મિક મેળાવડા ન થવા દેવા વગેરે, જેથી મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય. માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું તો તમામ ધાર્મિક સ્થળોએ ફરજિયાત કરાશે તેવી શક્યતા છે. કર્ણાટક સરાકારે તો આ માટે કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે અને ત્યાં મંદિરો ખુલવાનાં છે.

જે રીતે લૉકડાઉન 4.0માં સલૂન્સ ખોલાયાં તે રીતે અમુક ચોક્કસ માર્ગદર્શિકાઓ સાથે અને જ્યાં કેસિઝ ઓછા છે તેવા વિસ્તારોમાં જિમ ખુલ્લા મુકાય તેવી પણ વકી છે. લગ્નો અને અંતિમ યાત્રાઓનાં સારા-નરસા પ્રસંગોમાં મર્યાદિત લોકોની હાજરીની જ અનુમતી અપાશે.

narendra modi national news coronavirus lockdown covid19 all india radio