વાંદરાઓ Covid-19નાં ટેસ્ટ સેમ્પલ લઇને ભાગી ગયા, જુઓ વીડિયો

29 May, 2020 09:06 PM IST  |  Meerut | Gujarati Mid-Day Online Correspondent

વાંદરાઓ Covid-19નાં ટેસ્ટ સેમ્પલ લઇને ભાગી ગયા, જુઓ વીડિયો

એવા દર્દીઓનાં સેમ્પલ હતા જેમને Covid-19 હોવાની શંકા હતી.

ભારતમાં કંઇક અજુગતું ન બને એવું શક્ય જ નથી. ઉત્તરપ્રદેશનાં મરેઠમાં વાંદરાઓનાં એક ટોળાએ લેબ ટેક્નિશયન પર હુમલો કર્યો અને Covid-19નાં ત્રણ ટેસ્ટ સેમ્પલ ઝૂંટવીને ભાગી ગયા.

ટાઇમ્સ નાઉના એક રિપોર્ટ અનુસાર મેરઠમાં આ વાંદરાઓએ લેબ ટેક્નિશ્યન પર હુમલો કર્યો જ્યારે તે મેરઠ મેડિકલ કૉલેજનાં પ્રાંગણમાંથી ટેસ્ટ માટે ભેગા કરાયેલા સેમ્પલ લઇને જઇ રહ્યો હતો. આ સેમ્પલ પર ટેસ્ટ કરવાનું હજી બાકી હતું. જો કે ડૉક્ટર્સે દર્દીઓનાં ફ્રેશ સેમ્પલ લઇ લીધા અને હવે તેની પર જરૂરી ટેસ્ટ કરાશે. જો કે આ ઘટનાથી લોકમાં ભય અને હાસ્ય બંન્ને ફરી વળ્યા હતા.

સોશ્યલ મીડિયા પર ફરી રહેલા વીડિયોમાં આ વાંદરાઓ ટેસ્ટ કિટ્સ ચાવી રહ્યા છે એવું પણ દેખાય છે અને પછી તો આ વીડિયો વાઇરલ થઇ ગયો હતો. મેરઠનાં જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ઢિંગરાએ કહ્યું કે આ અંગે તપાસ કરવામાં આવશે. જો કે હવે લોકોમાં એવો ડર પેઠો છે કે આ વાંદરાઓ ક્યાં ગયા એ કોઇને ખબર નથી અને એમ બની શકે છે કે તેમને કારણે જે તે વિસ્તારનાં માણસોમાં કોરોનાનો ચેપ ફેલાય. આ ઘટના બે દિવસ પહેલા ઘટી હતી અને પછી વીડિયો વાઇરલ થતાં તેનો રિપોર્ટ થયો હતો. મેરઠ મેડિકલ કૉલેજનાં પ્રિન્સિપાલ એસ કે ગર્ગે કહ્યું કે આ સેમ્પલ કંઇ કોરોનાઇરસ ટેસ્ટ નહોતા પણ એવા દર્દીઓનાં સેમ્પલ હતા જેમને Covid-19 હોવાની શંકા હતી.

હાર્વર્ડ અને બોસ્ટનની મેડિકલ સ્કૂલ અનુસાર વાંદરાને ચેપ લાગે તો તેમને આ વાઇરસ ફેલાતા રોકી શકાય છે પણ જો તે પહેલીવારમાં બચી ગયા હોય તો, કારણકે વાંદરાઓ Covid-19 સામે પ્રતિકારકતા કેળવી લેતા હોય છે.

meerut uttar pradesh covid19 coronavirus viral videos