મહિલાઓ માટે ભારોભાર આદર : સુપ્રીમ

09 March, 2021 10:08 AM IST  |  New Delhi | Agency

મહિલાઓ માટે ભારોભાર આદર : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે રેપ કેસમાં જામીનના મામલામાં ગત સપ્તાહે કરવામાં આવેલી સુનાવણી દરમ્યાન તેના અવલોકનને તદ્દન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ કોર્ટે ઉમેર્યું હતું કે સર્વોચ્ચ અદાલત મહિલાઓ માટે ભારોભાર આદર ધરાવે છે.

સુપ્રીમે રેપ કેસના આરોપીને – શું તે પીડિતા (અપરાધ થયો તે સમયે તે સગીર વયની હતી અને હવે તે પુખ્ત વયની થઈ ગઈ છે) સાથે લગ્ન કરશે કે કેમ, તે પૂછ્યું હોવાના અહેવાલોને પગલે અદાલતે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અદાલત દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આ ટિપ્પણી કરવામાં આવી હતી.

‘અમે પૂછ્યું હતું કે શું તું લગ્ન કરવાનો છે? અમે તેને લગ્ન કરવા માટે નહોતું જણાવ્યું,’ તેમ ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે જણાવતાં ઉમેર્યું હતું કે બેન્ચે કેસના સંદર્ભમાં આરોપીને આ સવાલ કર્યો હતો.

supreme court national news