કોવિડના 86.25 ટકા કેસ દેશનાં છ રાજ્યોમાં નોંધાયા

09 March, 2021 10:08 AM IST  |  New Delhi | Agency

કોવિડના 86.25 ટકા કેસ દેશનાં છ રાજ્યોમાં નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કોરોના વાઇરસના નવા કેસમાંથી લગભગ ૮૬.૨૫ ટકા કેસ મહારાષ્ટ્ર, કેરલા, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુ - આ છ રાજ્યોમાં નોંધાયા હોવાનું જણાવતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ ૧૧,૧૪૧ કેસ નોંધાયા છે, જે કુલ કેસના ૫૯.૯૦ ટકા છે.  ત્યાર બાદના ક્રમે ૨૧૦૦ કેસ (૧૧.૨૯ ટકા) સાથે કેરલા, ૧૦૪૩ કેસ (૫.૬૦ ટકા) પંજાબ, ૬૨૨ કેસ (૩.૩ ટકા) કર્ણાટક, ૫૭૫ કેસ (૩.૦૯ ટકા) ગુજરાત અને ૫૬૭ કેસ (૩.૦૪ ટકા ) સાથે તામિલનાડુ આવે છે. 

national news coronavirus covid19 new delhi maharashtra kerala punjab karnataka gujarat tamil nadu