લૉકડાઉન 5.0 અંગે હજી કશું પણ નિશ્ચિત નથી, ગૃહમંત્રાલયે કર્યું ટ્વિટ

28 May, 2020 07:58 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

લૉકડાઉન 5.0 અંગે હજી કશું પણ નિશ્ચિત નથી, ગૃહમંત્રાલયે કર્યું ટ્વિટ

નરેન્દ્ર મોદી

ગઇકાલથી સતત ગૃહમંત્રાલયનાં સુત્રોને આધારે એવા સમચાર અને ચર્ચાઓ ચાલ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લૉકડાઉન 5.0 અંગે તેમના દર મહીને થતા રેડિયો પ્રોગ્રામ મન કી બાતમાં વાત કરશે. અગિયાર શહેરોમાં લૉકડાઉન હશે અને બાકી બધે મોટાભાગની છૂટછાટ મળી જશે. આ રિપોર્ટ સૌથી પહેલા અંગ્રેજી વેબસાઇટ પર આવ્યો હતો અને તેને જ ટ્વીટમાં ટૅગ કરીને મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ એટલે કે ગૃહમંત્રાલયે કહ્યું હતું કે સુત્રોને આધારે લખાયેલા આ સમાચારમાં હજી સુધી કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી. જો કે આ ચર્ચા અનુસાર ગૃહમંત્રાલયનાં વિશ્વસનિય સુત્રોએ માહિતી આપી હતી કે 11 શહેરો સિવાયનાં બાકી સ્થળો લૉકડાઉનમાંથી મુક્ત કરાશે, ધાર્મિક સ્થળો ખુલશે વગેરે.

ગૃહમંત્રાલયે બીજી કોઇ ચોખવટ નથી કરી પણ આ વાત ખોટી છે તેમ ટ્વીટ કર્યું છે. જે ખરો મુદ્દો હશે એ તો હવે ગૃહ મંત્રાલયની કોઇ સ્પષ્ટતા બાદ જ ખબર

narendra modi home ministry delhi news national news lockdown