જયપુરમાં બાળકી બની એક દિવસની મેયર

09 March, 2021 10:08 AM IST  |  Jaipur | Agency

જયપુરમાં બાળકી બની એક દિવસની મેયર

તસવીર : એએફપી

જયપુરમાં ગઈ કાલે ૮ વર્ષની ઇશિતા નામની એક બાળકી જવલ્લે જ થતા રોગથી પીડાય છે અને બોલી કે સાંભળી નથી શકતી તેને એક દિવસ માટે જયપુર મહાનગરપાલિકાની મેયર બનાવવામાં આવી હતી અને એ માટેના દસ્તાવેજ પર તેણે સહી કરી હતી. તેનું આ સન્માન આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કરવામાં આવ્યું હતું. તેની નજીક શહેરના મેયર મુનેશ ગુર્જર ઊભા છે અને આ બાળકીની સારવાર માટેનો ખર્ચ તેમણે ઉપાડ્યો છે. 

jaipur national news