Coronavirus Lockdown: PM મોદીએ કરી સર્વપક્ષીય બેઠક, નેતાઓની પાંચ માગણી

08 April, 2020 01:38 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Lockdown: PM મોદીએ કરી સર્વપક્ષીય બેઠક, નેતાઓની પાંચ માગણી

વીડિયો કોન્ફરન્સથી વાત કરી PMએ.

વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજેપી, કોંગ્રેસ, ડીએમકે, એઆઈએડીએમકે, ટીઆરએસ, સીપીઆઈએમ, ટીએમસી, શિવસેના, એનસીપી, અકાલી દલ, એલજેપી, જેડીયુ, એસપી, બીએસપી, વાઈએસઆર કોંગ્રેસ અને બીજેડીના ફલોર લીડર્સ સાથે કોરોના અને લોકડાઉન પર ચર્ચા કરી હતી. 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટીએમસી તરફથી ટીઆર બાલૂ, એઆઈએડીએમકે તરફથી નવનીત કૃષ્ણનન, કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી, ટીઆરએસ તરફથી નમ્મા નાગેશ્વર રાવ અને કેશવા રાવ, સીપીઆઈએમ તરફથી ઈ કરીમ, ટીએમસી તરફથી સુદીપ બંદોપાધ્યાય, શિવસેના દ્વારા વિનય રાઉત અને સંજય રાઉત, એનસીપી તરફથી શરદ પવારે ચર્ચા કરી હતી.આ સિવાય અકાલી દળ તરફથી સુખબીર બાદલ, એલજીપી તરફથી ચિરાગ પાસવાન, જેડીયુ તરફથી આરસીપી સિંહ, એસપી તરફથી રામ ગોપાલ યાદવ,બીએસપી તરફથી દાનિશ અલી અને સતીશ મિશ્રા,વાઈએસઆર કોંગ્રેસ તરફથી વિજયસાઈ રેડ્ડી અને મિઘુન રેડ્ડી, બીજેડી તરફથી પિનાકી મિશ્રા અને પ્રસન્ના અચાર્યએ રજૂઆત કરી હતી. આ બેઠકમાં ફલોર લીડર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ 5 માંગ રજૂ કરી છે. તેમાં રાજ્યોની એફઆરબીએમ રાજકોષીય સીમાને 3થી 5 ટકા કરવા, રાજ્યોને  તેમના બાકીના પૈસા આપવા, રાહત પેકેજને જીડીપીના એક ટકાથી વધારીને 5 ટકા કરવા, કોરના ટેસ્ટને ફ્રી કરવા અને પીપીઈ સહિત તમામ મેડિકલ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ કરવાની માંગ કરવામાં આવી છે.

covid19 coronavirus narendra modi national news