પશ્ચિમ બંગાળમાં ભાજપાના નેતાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો

14 July, 2020 01:28 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પશ્ચિમ બંગાળમાં ભાજપાના નેતાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો

રોય 2016માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા, ત્યારે તે CPMની ટિકીટ પર ચૂંટણી લડ્યા હતા અને ગયા વર્ષે ભાજપામાં જોડાયા હતા.

પશ્ચિમ બંગાળમાં ભાજપાના સાંસદ દેબેન્દ્ર નાથ રોયનો મૃતદેહ તેમના ઘર નજીક આવેલી એક ચાની લારી પાસે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. રાઇગંજ વિસ્તારમાં સોમવારે સવારે આ ગટના ઘટી હતી. હેમતાબાદના આ સાંસદના પરિવારજનો જે દિનાજપુર જિલ્લામાં રહે છે તેમણે આક્ષેપ મુક્યો છે કે આ એક હત્યા છે અને તેમાં CBI તપાસ થવી જોઇએ. મૃતકના પરિવારજનોને મતે, અંદાજે રાત્રે એકાદ વાગ્યે તેઓ ઘરની બહાર નીકળ્યા હતા કારણકે તેમને કોઇનો ફોન આવ્યો. ત્યાર બાદ તેઓ ઘરે પાછા ન ફર્યા અને આજે સવારે સ્થાનિક લોકોએ તેમને ગળા ફાંસો દીધેલી હાલતમાં જોયો. તેમના હાથ પણ બાંધેલા હતા.

The suspected heinous killing of Debendra Nath Ray, BJP MLA from Hemtabad in West Bengal, is extremely shocking and deplorable. This speaks of the Gunda Raj & failure of law and order in the Mamta govt: BJP President JP Nadda https://t.co/0RU3bsqSlS pic.twitter.com/BysWRgMMST

— ANI (@ANI) July 13, 2020

નેતાનું શરીર પોસ્ટમોર્ટ માટે રાઇગંજની હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. આ અંગે તપાસ ચાલુ છે અને પોલીસ પોસ્ટમોર્ટના રિપોર્ટની રાહ જોઇ રહી છે. પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે પણ પરિવારની CBI પાસની વાતને ટેકો આપ્યો છે. તૃણમુલ કોંગ્રેસના ઉત્તર દિનાજપુર જિલ્લાના પ્રુમખ કનૈયા લાલ અગ્રવાલે પોતાના પક્ષની સંડોવણીને રદિયો આપી આગળ તપાસ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે,આ અકુદરતી મોત છે અને હવે માત્ર પોલીસ પાસેથી જ ખબર પડે કે તેમણે આત્મહત્યા કરી કે તેમની હત્યા થઇ છે. તેમને અડધી રાતે ઘરમાંથી બહાર બોલાવવામાં આવ્યા અને તપાસથી જ ખબર પડશે કે તે કોના બોલાવવાથી બહાર નીકળ્યા હતા.

રોય 2016માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા, ત્યારે તે CPMની ટિકીટ પર ચૂંટણી લડ્યા હતા અને ગયા વર્ષે ભાજપામાં જોડાયા હતા.

west bengal national news