Lockdown 4.0: 5 વર્ષના ટેણીયાએ કર્યું એકલા ટ્રાવેલ, મમ્મીને જોઇ 3 મહીને

25 May, 2020 09:02 PM IST  |  | Gujarati Mid-Day Online Correspondent

Lockdown 4.0: 5 વર્ષના ટેણીયાએ કર્યું એકલા ટ્રાવેલ, મમ્મીને જોઇ 3 મહીને

વિહાન તેના દાદા-દાદીને ઘરે હતો જ્યારે લૉકડાઉન થયું

ભારતમાં બે મહીના બાદ ડૉમેસ્ટિક પેસેન્જર ફ્લાઇટ્સ ચાલુ થઇ અને સોમવારે જે હજારો પેસન્જર્સે ટ્રાવેલ કર્યું તેમાં એક પાંચ વર્ષનો નાનકડો છોકરો પણ હતો જે લૉકડાઉન શરૂ થયું ત્યારથી દિલ્હીમાં ફસાયેલો હતો. બેંગાલુરુ એરપોર્ટ પર આ ટેણીયાનું એની મમ્મી સાથેનું મિલન બહુ ઇમોશનલ રહ્યું.આ મા-દીકરો ત્રણ મહીને મળ્યા.

વિહાન શર્મા નામનો આ છોકરો લૉકડાઉનને કારણે દિલ્હી ફસાઇ ગયો હતો અને અંતે ડૉમેસ્ટિક ફ્લાઇટ શરૂ થતાં તેને પોતાના ઘરે પાછા ફરવાનો મોકો મળ્યો. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટે ટ્વિટ કર્યું કે વેલકમ હોમ વિહાન! (શર્મા) બેંગાલુરુ એરપોર્ટ બધા જ લોકો સલામત લેન્ડ કરે તે માટે સતત કાર્યરત છે.

ન્યુઝ એજન્સી ANIએ ટ્વિટર હેન્ડલ પર વિહાન તેની મમ્મીને મળ્યો તેની તસવીરો શેર કરી હતી. તસવીરોમાં વિહાન પીળા જેકેટમાં અને ફેસમાસ્ક પહેરેલો દેખાય છે.તેના હાથમાં સ્પેશ્યલ કેટેગરી પેસેન્જરનું પ્લૅકાર્ડ પણ હતું. ANI સાથે વાત કરતાં વિહાનની મમ્મીએ કહ્યું હતું કે, મારો પાંચ વર્ષનો દીકરો વિહાન દિલ્હીથી અહીં એકલો આવ્યો છે અને તે ત્રણ મહિના પછી બેંગાલુરુ આવ્યો છે. દીકરો અને મા બહુ ઇમોશનલી એકબીજાને મળ્યા હતા અને વિહાન દિલ્હીમાં તેના દાદા-દાદીને ઘરે હતો જ્યારે લૉકડાઉન થયું.

ડૉમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ ચાલુ થઇ તે પહેલાં કર્ણાટક સરકારે કહ્યું હતું કે જે લોકો Covid-19સંક્રમિત રાજ્યોમાંથી આવતા હોય તેમણે ક્વોરેન્ટાઇન થવું પડશે અને બધા મુસાફરોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ અનુસરવું પડશે.

covid19 coronavirus national news lockdown bengaluru