બીજેપી નેતા ઉમા ભારતીના કૉન્ગ્રેસ પર જોરદાર પ્રહારો

22 March, 2021 12:24 PM IST  |  Mumbai | Agency

આગામી લોકસભા ચૂંટણી સુધીમાં કૉન્ગ્રેસમાં રાહુલ, સોનિયા, પ્રિયંકા વાડ્રા જ બચ્યાં હશે

ઉમા ભારતી

મોદી સરકારના ભૂતપૂર્વ પ્રધાન અને બીજેપીના ટોચનાં નેતા ઉમા ભારતીએ કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી આવશે ત્યાં સુધીમાં કૉન્ગ્રેસમાં માત્ર રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા અને સોનિયા ગાંધી જ બચ્યાં હશે.

તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસના બાકીના નેતા કાં તો ઘેર બેસી ગયા હશે અથવા તો જે લાયકાત ધરાવતા હશે તે બીજેપીમાં આવી ગયા હશે. મધ્ય પ્રદેશમાં કમલનાથ પોતાની સરકારને સાચવી શક્યા નહોતા.

મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસની સરકાર કમલનાથ કે દિગ્વિજય સિંહના કારણે નહોતી બની. લોકોએ જ્યોતિરાદિત્ય સિંધિયાના નામે મત આપ્યા હતા. કૉન્ગ્રેસે પોતાનો આ હીરો ગુમાવી દીધો છે.

ઉમા ભારતીએ રાહુલ ગાંધી માટે સલાહ આપતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ શિસ્ત શીખવા માટે આરએસએસમાં જવું જોઈએ. હું પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણીપ્રચાર માટે જઈશ. અહીં પણ બીજેપીની સરકાર બનશે તે નિશ્ચિત છે. મમતા બૅનરજીની વિદાય થશે.

national news bharatiya janata party new delhi congress