સોનિયા-પ્રિયંકા બાદ હવે કૉંગ્રેસ  નેતા ગુલામ નબી આઝાદ પણ થયા કોરોના સંક્રમિત

21 June, 2022 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના પૉઝિટીવની પુષ્ઠિ કરતા તેમણે જણાવ્યું કે હું કોવિડ-19થી સંક્રમિત થયો છું, હાલ હોમ ક્વૉરન્ટિન છું. જણાવવાનું કે ગુલામ નબી આઝાદ બીજીવાર કોરોના સંક્રમિત થયા છે.

ફાઈલ તસવીર

જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ કોરોના પૉઝિટીવ થયા છે. આની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી છે. કોરોના પૉઝિટીવની પુષ્ઠિ કરતા તેમણે જણાવ્યું કે હું કોવિડ-19થી સંક્રમિત થયો છું, હાલ હોમ ક્વૉરન્ટિન છું. જણાવવાનું કે ગુલામ નબી આઝાદ બીજીવાર કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા તેઓ વર્ષ 2020માં કોરોના સંક્રમિત થયા હતા.

પ્રિયંકા-સોનિયા પણ થયાં હતાં કોરોના સંક્રમિત
જણાવવાનું  કે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત થઈ ગયાં હતાં. તેમણે પોતે ટ્વીટ કરીને આની માહિતી આપી. પ્રિયંકાએ જમાવ્યું કે સામાન્ય લક્ષણોને બાદ તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો હતો. આ પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ કોવિડ ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો હતો. જેના પછી તેમને સારવાર માટે સર ગંગા રામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં થયો સામાન્ય ઘટાડો
હકિકતે, દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. વાત કરીએ છેલ્લા 24 કલાકની, તો દેશમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાવાયરસ સંક્રમણના 9,923 નવા કેસ નોંધવામાં આવ્યા અને કોવિડ-19થી 17 જણના મોત થયા છે. આ પહેલા સોમવારે ભારતમાં 12,781 નવા કેસ મળ્યા હતા અને 18 જણના મોત થયા હતા.

કોરોનાથી 7,293 જણ થયા સ્વસ્થ
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 98.61 ટકાના દરે 7,293 લોકો સ્વસ્થ થયા છે. જેની સાથે સંક્રમણથી સ્વસ્થ થનારાની કુલ સંખ્યા વધીને 4,23,15,193 થઈ ગઈ છે. ખાસ તો દેશમાં કુલ સક્રીય કેસ 79,313 છે અને હાલ પૉઝિટીવિટી રેટ 2.55 ટકા છે. કુલ મળીને ભારતમાં અત્યાર સુધી 85.85 કરોડ ટેસ્ટિંગ થયા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 388641 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધી 196.32 કરોડ લોકોને મૂકાઈ વેક્સિન
મળતી માહિતી પ્રમામે, દેશનો સાપ્તાહિક પૉઝિટીવિટી રેટ 2.67 ટકા છે. મંત્રાલય પ્રમાણે, ભારત સરકારના માધ્યમે અત્યાર સુધી રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સિનની 196.32 કરોડ ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર આખા દેશમાં Covid-19 વેક્સિનેશનની ગતિને ઝડપી કરવા અને આ વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રવ્યાપી Covid-19 વેક્સિનેશન 16 જાન્યુઆરી 2021ના શરૂ થયું.

national news ghulam nabi azad congress coronavirus covid19