જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે એ માટે દિલ્હીમાં નૅશનલ કૉન્ફરન્સનું પ્રદર્શન

22 July, 2026 11:40 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે સંસદ, સુપ્રીમ કોર્ટ અને જમ્મુ-કાશ્મીરની જનતા સમક્ષ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું

સોમવારે નવી દિલ્હીમાં શક્તિપ્રદર્શન કર્યું હતું

જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવાની માગ સાથે નૅશનલ કૉન્ફરન્સ (NC)એ સોમવારે નવી દિલ્હીમાં શક્તિપ્રદર્શન કર્યું હતું. સંસદના મૉન્સૂન સત્રના પ્રથમ દિવસે NCના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની આગેવાનીમાં પક્ષના નેતાઓ અને કાર્યકરોએ જમ્મુ અને કાશ્મીર હાઉસ ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો.
ફારુક અબ્દુલ્લાએ પત્રકારોને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સંસદ, સુપ્રીમ કોર્ટ અને જમ્મુ-કાશ્મીરની જનતા સમક્ષ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાને આ વચન પૂરું કરવું જોઈએ.

બીજી તરફ, પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP)એ આ આંદોલનથી અંતર જાળવ્યું હતું. PDPનાં પ્રમુખ મેહબૂબા મુફ્તી અને નેતા ઇલ્તિજા મુફ્તીએ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર રાજ્યના દરજ્જાનો જ નહીં;  કલમ ૩૭૦ની પુનઃસ્થાપના, રાજકીય કેદીઓની મુક્તિ અને જમાત-એ-ઇસ્લામી પરથી બૅન હટાવવાની માગણીઓનો પણ વિરોધના એજન્ડામાં સમાવેશ કરવો જરૂરી હતો.

national news india jammu and kashmir indian government parliament Lok Sabha