કેટલાક દિવસો બાદ નાસા જાહેર કરી શકે છે લેન્ડર વિક્રમની તસવીરો

22 September, 2019 11:51 AM IST  |  મુંબઈ

કેટલાક દિવસો બાદ નાસા જાહેર કરી શકે છે લેન્ડર વિક્રમની તસવીરો

કેટલાક દિવસો બાદ નાસા જાહેર કરી શકે છે લેન્ડર વિક્રમની તસવીરો

નાસા આવતા અઠવાડિયે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની તસવીરો જાહેર કરશે. ગયા મંગળવારે ચંદ્રમા પાસેથી પસાર થવા દરમિયાન લૂનર રીકૉન્સેન્સ ઑર્બિટરે આ તસવીરો લીધી છે. હાલ નાસા આ તસવીરોનું અધ્યયન કરી રહ્યું છે. તસવીરોમાં લેન્ડર વિક્રમ સંબંધી કેટલાક પુરાવાઓ મળ્યા. જ્યાં સુધી નાસા તેનો અભ્યાસ નથી કરે લેતું ત્યાં સુધી કાંઈ કહેવું મુશ્કલે છે. પરંતુ આગામી અઠવાડિયે જે પણ હશે તેની જાણકારી નાસા આપશે.

નાસાના લૂનર રીકૉન્સેન્સ ઑર્બિટરે આ અઠવાડિયે એ ક્ષેત્રમાં ઉડાન ભરી, પરંતુ સુર્યનું અજવાળું ઓછું હોવાના કારણે તે લેન્ડરની સાફ તસવીરો ન લઈ શક્યું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાંબા પડછાયામાં વિક્રમ છુપાયેલું હોય શકે છે. જો રોશની ઠીકઠાક હોત તો તેની ઠીકઠાક તસવીરો જોવા મળી શકી હોત. જો કે કેટલીક એવી ચીજો જોવા મળી છે તેનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.

આ પણ જુઓઃ Gully Boy In Oscars Awards: જાણો ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતો...


ખરાબ થઈ જશે લેન્ડરના ઉપકરણ
કારણ એ છે કે આ બાદ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર રાત થઈ જશે. અહીં રાત દરમિયાન તાપમાન ખૂબ જ નીચે જતું રહે છે. ઘણીવાર તાપમાન શૂન્યથી 200 ડિગ્રી નીચે સુધી ચાલ્યું જાય છે. લેન્ડર અને તેની અંદર લાગેલા રોવર પર જે વૈજ્ઞાનિક ઉપકરણો લાગેલા છે, તેને આ તાપમાન પર કામ કરવા માટે લાયક નથી બનાવવામાં આવ્યા. આ તાપમાન સુધી આવતા આવતા કેટલાક ઉપકરણો ખરાબ થઈ જશે. ચંદ્રના દિવસ અને રાત ધરતીના 14-14 દિવસ બરાબર હોય છે.

isro nasa