વિક્રમ લેન્ડરને લઈને મળી શકે ખુશખબરી, ઈસરોની સાથે નાસા પણ જોડાયું

13 September, 2019 09:25 AM IST  | 

વિક્રમ લેન્ડરને લઈને મળી શકે ખુશખબરી, ઈસરોની સાથે નાસા પણ જોડાયું

ઈસરો ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડર સાથે સતત સંપર્ક સાધવાના પ્રયાસ કરી રહી છે. વિક્રમની લેન્ડીંગ થયાના 6 દિવસ પછી પણ હજુ સુધી આ બાબતે ઈસરોને સફળતા મળી શકી નથી. વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવા માટે ઈસરો સાથે હવે નાસા પણ જોડાયું છે. ઈસરોની મદદ માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) આગળ આવી છે.

નાસા મોકલી રહ્યું છે વિક્રમને સિગ્નલ

આ બાબતે વાત કરતા ઈસરોના એક અધિકારીએ કહ્યું હતું કે, નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી વિક્રમને રેડિયો સિગ્નલ મોકલી રહી છે જેના કારણે વિક્રમ લેન્ડર સાથે ફરી એકવાર કોમ્યુનિકેશન કરી શકાય. આ પ્રયત્ન 20-21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ સમય સુધી ચંદ્ર પર દિવસ હશે અને સુરજનો પ્રકાશ રહેશે.

ઈસરો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવા માટે ડિપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરી રહી છે. ડિપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરીને ઈસરો સતત વિક્રમ લેન્ડરને સંકેત મોકલી રહ્યું છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, વિક્રમ સાથે આવનારા થોડાક સમયમાં સંપર્ક કરી શકાશે. ઈસરો બેગ્લોક પાસે આવેલા બયાલાલૂ આઈડીએસએનની મદદથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહી છે.

આ પણ વાંચો: Chandrayaan-2: વિક્રમ સાથે વાત થશે કે નહીં, આવી રીતે થઈ રહી છે સંપર્ક સાધવાની કોશિશ

ખગોળશાસ્ત્રી સ્કૉટ ટાયલીએ ટ્વીટ કરીને વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાની સંભાવના દર્શાવી છે. સ્કૉટ ટાયલીએ 2018માં અમેરિકાના ઉપગ્રહને શોધી કાઢ્યો હતો. આ એક ઈમેજ સેટેલાઈટ હતો જેને 2000માં લોન્ચ કરાયો હતો અને 5 વર્ષ પછી તેની સાથે સંપર્ક તૂટી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાનના ઓર્બિટરે હાઈ રિઝોલ્યૂશન કેમેરાથી ચંદ્રની સપાટી પર રહેલા વિક્રમ લેન્ડરની થર્મલ ઈમેજ મોકલી હતી. આ તસવીર અનુસાર વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર એ જગ્યાની નજીક છે જ્યા તેને લેન્ડ કરવાનું હતું અને તે એક દિશામાં નમેલું છે. માનવામાં આવી રહ્યું છે કે હાર્ડ લેન્ડિંગના કારણે વિક્રમ લેન્ડરના ઉપકરણને હાનિ પહોંચી હોઈ શકે છે.

isro nasa national news gujarati mid-day