Chandrayaan 2: ચંદ્રની સપાટી પર મળ્યો વિક્રમ લેંડરનો કાટમાળ

03 December, 2019 11:22 AM IST  |  Mumbai

Chandrayaan 2: ચંદ્રની સપાટી પર મળ્યો વિક્રમ લેંડરનો કાટમાળ

ચંદ્ર પર દેખાયો ચંદ્રયાન 2 વિક્રમ લૈંડરનો કાટમાળ (PC L: Jagran)

Chandrayaan 2 વિક્રમ લેંડર ચંદ્રની સપાટી પર આ વર્ષે સપ્ટેમ્બરના રોજ લેન્ડીંગ વખતે દુર્ઘટનાગ્રસ્ત થયો હતો. ત્યારે અમેરીકાની અંતરીક્ષ એજન્સી NASA એ સોમવારે વિક્રમ લૈંડરને શોધી કાઢ્યો હતો. નાસાએ પોતાના લુનર રેકૉન્સેન્સ ઑર્બિટર (LRO) દ્વારા લીધેલી એક ફોટો જાહેર કરી છે. જેમાં અંતરીક્ષ યાનથી પ્રભાવિત થયેલી જગ્યા દેખાઇ આવે છે.


NASA એ વિક્રમ લૈંડરના કાટમાળની તસ્વીરો ટ્વીટર પર શેર કરી
NASA એ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેનું લુનર રિકનૈસૈંસ ઑર્બિટર (LRO) એ ચંદ્રમાની ધરતી પર ચંદ્રયાન 2 ના વિક્રમ લેંડરને શોધી લીધું છે. નાસાએ કરેલા દાવા પ્રમાણે ચંદ્રયાન 2 નું વિક્રમ લેંડરનો કાટમાળ ક્રૈશ થયેલી જગ્યાથી 750 મીટર દુર મળ્યો છે. કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2*2 પિક્સેલની સાઇઝના છે. નાસાએ રાત્રે 1:30 વાગે વિક્રમ લેંડરના ઇમ્પૈક્ટ સાઇટની ફોટો જાહેર કરી અને જણાવ્યું કે તેના ઓર્બિટરને વિક્રમ લેંડરના ત્રણ ટુકડા મળ્યા છે.


7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન 2નો લેંડીંગના થોડા સમય પહેલા જ ISRO સાથે સંપર્ક તુટ્યો હતો
આ સાથે જ નાસાએ પોતાના એક નિવેદનમાં  કહ્યું છે કે ફોટોમાં બ્લુ અને ગ્રીન ડોટ્સ છે તે વિક્રમ લેંડરનો કાટમાળ છે. તમને જણાવી દઇએ કે 7 સપ્ટેમ્બરના રોજ ISRO એ ચંદ્રયાન 2 વિક્રમ લૈંડર લૈંડીંગ સમયે નિયચ સમયના થોડી મીનીટો પહેલા જ સંપર્ક તુટી ગયો હતો.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ચંદ્રયાન 2 અંતરીક્ષમાં ઇતિહાસ રચવાનું હતું
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 2 નું લેંડર વિક્રમ ભારત માટે સૌથી મહત્વનો પ્રોજેક્ટ હતો અને ભારત તેની સફળતાની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું. પરંતુ તે ઇતિહાસ રચી ન શક્યું અને ઇતિહાસ રચવાના થોડી મીનિટો પહેલા જ વિક્રમ લેંડરે ઇસરો સાથેનો સંપર્ક તુટી ગયો હતો. જ્યારે ચંદ્રયાન 2 નો ઇસરો સાથેનો સંપર્ક તુટ્યો ત્યારે વિક્રમ લેંડર ચંદ્રની સપાટીથી માત્ર 2ય1 કિલોમીટર દુર જ હતો. ભારતીય વૈજ્ઞાનિકોનું મનોબળ ન તુટે એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરો મુખ્યાલય પહોંચીને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહીત કર્યા. જોકે એ સમયે વિશ્વના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) નું મિશન ચંદ્રયાન 2 નિષ્ફળ નથી થયું.

national news isro nasa