PM મોદી 30મેના રોજ લેશે શપથ, રાષ્ટ્રપતિ ભવનની જાહેરાત

26 May, 2019 05:51 PM IST  |  દિલ્હી

PM મોદી 30મેના રોજ લેશે શપથ, રાષ્ટ્રપતિ ભવનની જાહેરાત

નરેન્દ્ર મોદી (File Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ ફરી એકવાર ભારતવર્ષના વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવને સત્તાવાર રીતે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે. પીએમ મોદી 30મી મેના રોજ એટલે કે ગુરુવારે સાંજે 7 વાગે શપથ ગ્રહણ કરશે. પીએમ મોદીની સાથે કેટલાક મંત્રીઓ પણ મંત્રીપદના શપથ લેશે.

જો કે આ શપથગ્રહણ સમારોહ ક્યાં યોજાશે તે અંગે હજી કોઈ જાહેરાત કરવામાં નથી. આ ઉપરાંત કયા પ્રધાનો પીએમ મોદીની સાથે શપથગ્રહણ કરશે તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી. કયા કયા દેશોના નેતાઓે આમંત્રણ અપાશે ? પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આમંત્રીને પીએમ મોદી ફરી એકવાર મિત્રતાનો હાથ આગળ વધારશે કે કેમ આ તમામ સવાલોના જવાબ પર હજી સસ્પેન્સ યથાવત્ છે.

 

જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ વખતે ભાજપની જીત જેટલી ભવ્ય હતી તેટલો જ ભવ્ય શપથગ્રહણ સમારોહ પણ યોજાઈ શકે છે. આ શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પીએમ મોદીને બીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવડાવશે.

આ પણ વાંચોઃ CM રુપાણીએ નરેન્દ્ર મોદી-અમિત શાહ સાથનો 19 વર્ષ જૂનો ફોટો કર્યો શૅર

ઉલ્લેખનીય છે કે 23મી મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપને રેકોર્ડ બ્રેક 303 બેઠકો મળી હતી. જે બાદ શનિવારે સાંજે ભાજપે નરેન્દ્ર મોદીને પોતાના નેતા પસંદ કર્યા હતા. સંસદના સેન્ટ્રલ હોલમાં મળેલી એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. જે બાદ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

narendra modi national news