04 March, 2026 07:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી ૨૦૧૪માં ઇન્સ્ટાગ્રામમાં જોડાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ-ચૅનલે ૩ કરોડ સબસ્ક્રાઇબર્સનો માઇલસ્ટોન પાર કરી દીધો છે. હવે આ પ્લૅટફૉર્મ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા વર્લ્ડ લીડર તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. ગયા મહિને નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર ૧૦૦ મિલ્યન એટલે કે ૧૦ કરોડ ફૉલોઅર્સનો ઐતિહાસિક માઇલસ્ટોન પાર કર્યો હતો. નરેન્દ્ર મોદી ૨૦૧૪માં ઇન્સ્ટાગ્રામમાં જોડાયા હતા.
યુટ્યુબ પ્લૅટફૉર્મ પર બીજા ક્રમના સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા નેતા બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેયર બોલ્સોનારો છે જેમનો સબસ્ક્રાઇબર-બેઝ નરેન્દ્ર મોદી કરતાં માત્ર એક ચતુર્થાંશ છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની તુલનામાં નરેન્દ્ર મોદી પાસે ૭ ગણાથી વધુ સબસ્ક્રાઇબર છે.
ભારતમાં પણ અન્ય નેતાઓની તુલનામાં નરેન્દ્ર મોદીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા નોંધપાત્ર રીતે વધુ છે. તેમની પાસે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી કરતાં લગભગ ત્રણ ગણા વધુ સબસ્ક્રાઇબર્સ છે અને આમ આદમી પાર્ટી તથા ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસ કરતાં ચાર ગણા વધુ છે.