ગોવાઃ CM મનોહર પર્રિકરને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

18 March, 2019 04:18 PM IST  | 

ગોવાઃ CM મનોહર પર્રિકરને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાજંલિ

ગોવાના સીએમ મનોહર પર્રિકરના અંતિમ દર્શન માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય રાજકીય નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે. મનોહર પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગોવા પહોંચ્યા હતા અને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. PM મોદી તેમના આજના તમામ કાર્યક્રમ રદ કરીને પણજી પહોંચ્યા હતા. કેબિનેટ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

સીએમ પર્રિકરના નિધનને કારણે કેન્દ્ર સરકારે આજે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મનોહર પર્રિકરની અંતિમ વિધિ સાંજે 5.00 વાગ્યે થશે. હાલ મનોહર પર્રિકરના પાર્થિવ શરીરને ભાજપ હેડક્વાટરમાં રાખવામાં આવ્યું છે અને તેમના દર્શન માટે લોકો આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમની અંતિમ યાત્રામાં પણ જોડાશે.

 

આ પણ વાંચો: જુઓ ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પાર્રિકરની કેટલીક યાદગાર પળો

 

મનોહર પર્રિકર 3 વાર ગોવાના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. તેમણે ત્રણવાર ગોવાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમને દેશના રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતું તેમણે 2014માં તે પદ પરથી રાજીનામું આપીને ગોવાના ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. દેશના જવાનોની જરૂરિયાતોને સમજવામાં અને તેને પૂરી પાડવામાં મનોહર પર્રિકર હમેશા સફળ રહ્યા હતા. યુપીએ સરકારમાં અટકેલા સંરક્ષણ ક્ષેત્રના સોદાઓ પણ પૂરા કર્યા હતા. મનોહર પર્રિકર હમણા જ થોડા સમય પહેલા જ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નાકમાં ટયૂબ અને વ્હિલ ચેર પર બેસીને પણે તેમણે હાઉસ ધ જોશનો નારો લગાવ્યો હતો.

manohar parrikar narendra modi