વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઈટ હેક, લાખો દાતાઓના ડેટા લીક

17 October, 2020 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઈટ હેક, લાખો દાતાઓના ડેટા લીક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મહિના પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વીટર અકાઉન્ટ હેક થયુ હતું. ત્યારબાદ કેટલાય ટ્વીટ કરીને ફોલોઅર્સ પાસેથી ક્રિપ્ટોકરેન્સી દ્વારા પીએમ કેર ફંડમાં દાન આપવાની જાહેરાત કરી હતી. જો કે, થોડી વારમાં અકાઉન્ટ રિસ્ટોર થઈ ગયુ હતું. ત્યારે હવે એક અમેરિકી સાઈબર સિક્યોરિટી ફર્મ સાઈબલે દાવો કર્યો છે કે, આ ટ્વીટર અકાઉન્ટનું હેક વેબસાઈટની કોનફિગરેશન દ્વારા થયુ હતું. કંપનીએ ડાર્ક વેબ પર વેબસાઈટનો ડેટાબેસિઝ હાજર હોવાની પુષ્ટિ કરી છે. કંપનીએ પોતાના રિપોર્ટમાં ડાર્ક વેબ પર હાજર ડેટાની ઘણી બધી વિગતો આપી છે.

સાયબરસિક્યોરીટી કંપની સાયબલ (Cyble)ના કહેવા પ્રમાણે, વેબસાઈટ (Narendramodi.in) યુઝર્સની કેટલીય જાણકારી લીક થઈ છે અને ડાર્ક વેબ પર તે ઉપલબ્ધ છે. કંપનીએ કહ્યુ છે કે, cctransactions અને users ના ડેટાબેસ લીક થયા છે. સાઈબલના જણાવ્યા પ્રમાણે 5,70,000થી વધારે યુઝર્સની જાણકારી લીક થઈ છે. જેમાં તેમના નામ, એડ્રેસ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર સહિતની વિગતો પણ સામેલ છે. ફર્મે આશંકા વ્યક્ત કરી છે કે, આ ડેટાનો ગુનાહિત પ્રવૃતિ માટે પણ ઉપયોગ થઈ શકે છે. આ ડેટાના ફિશિંગ ઈમેલ, સ્પેમ ટેક્સ્ટ મેસેજિસ મોકલવા માટે પણ ઉપયોગ થઈ શકે છે.

ડાર્ક વેબ પર આ ડેટાબેસ લીક થયો હતો. જેમાં ડોનેશન કરવાની ડિટેલ્સ પણ આપેલી છે. વેબસાઈટના ટોટલ 5.70 લાખ યુઝર્સમાંથી 2.92 લાખથી વધારે લોકોએ દાન આપ્યુ છે. જેમાંથી કોરોના ઉપરાંત સ્વચ્છ ભારત, બેટી બચાઓ બેટી પઢાઓ જેવા અભિયાન માટે દાન આપ્યુ છે. આ યુઝર્સે કઈ રીતે, ક્યા મોડમાં પેમેન્ટ કર્યુ છે, તેની પણ વિગતો ગાયબ થઈ છે.

અમેરિકી ફર્મે એક વેબસાઈટને આ તમામ વિગતો આપી છે કે ક્યા ક્યા યુઝર્સના ડેટા લીક થયા છે. ફર્મે આ યુઝર્સને તે વેબસાઈટ પર રજિસ્ટર કરવા અને ખતરાનો અંદાજો લગાવવા કહ્યુ છે. જે વેબસાઈટ પર ડિટેલ્સ છે, તે યુઝર્સને જણાવે છે કે, તેમના ડેટા લીક થયા છે કે, નહીં જો થયા છે તો ક્યાં ક્યાં અને ક્યા ડેટા લીક થયા છે.

narendra modi national news