૩૩૦૦ કરોડના ખર્ચે બનેલા ગુવાહાટીના ‘કુમાર ભાસ્કર વર્મા’ સેતુને નરેન્દ્ર મોદીએ કર્યો લોકાર્પણ

15 February, 2026 10:04 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આ પ્રોજેક્ટ શ્રદ્ધાળુઓનું ગુવાહાટીમાં આવેલા પવિત્ર કામાખ્યાદેવી મંદિર સુધી પહોંચવાનું આસાન બનાવશે.’

બ્રહ્મપુત્ર નદી પર બનેલા મોટા પુલ-પ્રોજેક્ટ ‘કુમાર ભાસ્કર વર્મા’ સેતુનું ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા મોટા પુલ-પ્રોજેક્ટ ‘કુમાર ભાસ્કર વર્મા’ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુવાહાટી અને આસપાસનાં ક્ષેત્રો માટે આ સેતુને મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પરિયોજના ગણાવી હતી. નરેન્દ્ર મોદીએ આ પુલની તસવીરો શૅર કરીને કહ્યું હતું કે ‘આનાથી આસામની વ્યાપારિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટ શ્રદ્ધાળુઓનું ગુવાહાટીમાં આવેલા પવિત્ર કામાખ્યાદેવી મંદિર સુધી પહોંચવાનું આસાન બનાવશે.’

આ પુલ ૧.૨૪ કિલોમીટર લાંબો છે અને ૮.૪ કિલોમીટર લાંબા કૉરિડોરનો ભાગ છે. એ ૩૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે. એ આસામના સૌથી મોટા શહેર ગુવાહાટીમાં ટ્રાફિકના દબાણને ઘટાડશે અને ટ્રાન્સપોર્ટની સુવિધા બહેતર બનાવશે. આ પુલનું નામ પૌરાણિક કામરૂપના રાજા કુમાર ભાસ્કર વર્મનના નામ પરથી રાખવામાં આવ્યું છે. 

national news india guwahati assam narendra modi indian government