હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ છોકરાએ બદલ્યો પોતાનો ધર્મ

02 December, 2020 11:14 AM IST  |  Haryana | Gujarati Mid-day Online Correspondent

હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ છોકરાએ બદલ્યો પોતાનો ધર્મ

પ્રતીકાત્મક તસવીર

કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી અને પ્રેમ કોઈ ધર્મ પણ જોતો નથી. આવું જ કઈ એક ગામના મુસ્લિમ યુવક સાથે થયું થે, જેને હિન્દુ યુવતી સાથે પ્રેમ થઈ ગયો છે. બાદ યુવકે પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પોતાનું ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય લઈ લીધો છે.

હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરનાર મુસ્લિમ યુવક અને એની પત્નીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના દખલ કર્યા બાદ પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે ગયા અઠવાડિયે કહ્યું હતું કે રાજ્ય સરકારે 'લવ જિહાદ' વિરૂદ્ધ કાયદો ઘડવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. લગ્ન માટે ધર્મ પરિવર્તનને બીજેપીવ નેતા 'લવ જિહાદ'નું નામ આપે છે.

21 વર્ષીય યુવક અને 19 વર્ષીય છોકરીએ 9 નવેમ્બરે હિન્દુ રીત-રિવાજોથી લગ્ન કરી લીધા હતા. યુવકે ધર્મ સાથે પોતાનું નામ પણ બદલી લીધું હતું. આ દંપતીને કોર્ટને જણાવ્યું કે તેમના જીવને જોખમ છે અને વ્યક્તિગત સ્વતંત્રતાનો તેમને ખતરો છે.

સાથે એમણે એવી પણ દલીલ કરી હતી કે તેમના લગ્નનો વિરોધ કરવો એ બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળેલા તેમના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.

હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરતા બન્નેને સુરક્ષા પુરી પાડવા માટે પોલીસે તેમને યમુનાનગરના સુરક્ષા ગૃહમાં મોકલી દીધા, જ્યાં તેઓ ઘણા દિવસથી રોકાયા છે. ત્યાના એસપીએ જણાવ્યું તે પોલીસે છોકરીના પરિવારને પણ મળ્યા હતા અને તેમને સમજાવવાની પૂરી કોશિશ કરી હતી કે હવે બન્ને કાયદેસર લગ્ન કરીને પતિ-પત્ની બની ગયા છે તેમ જ બન્નેએ તેમને ઈચ્છા પ્રમાણે સાથે રહેવાની છૂટ મળવી જોઈએ.

આની પહેલા 11 નવેમ્બરે સુનાવણી દરમિયાન જ્યારે છોકરીના પરિવારના સભ્યોએ તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે તેણે તેના પરિવારના સભ્યોને મળવાનો ઈનકાર કરી દીધો હતો.

punjab haryana national news