ઘર ખરીદીને સૌથી ઓછા ખુશહાલ શહેરની યાદીમાં મુંબઈ દુનિયામાં પ્રથમ

15 October, 2021 10:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વળી સુરતનો પણ પાંચમો ક્રમાંક, ચંડીગઢમાં ઘર ખરીદનારાઓ દેશમાં સૌથી વધુ ખુશ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ઍટ્લાન્ટા અને ઑસ્ટ્રેલિયાના સિડની શહેર ઘર ખરીદવા માટે દુનિયાનાં સૌથી ઓછાં ખુશહાલ શહેરોના લિસ્ટમાં ક્રમશઃ બીજા અને ત્રીજા નંબર પર જોવા મળ્યાં.

દુનિયાનાં સૌથી ઓછાં ખુશહાલ શહેરોમાં મુંબઈ સિવાય સુરત શહેર પણ પાંચમા નંબરે છે. આ રીતે માપવામાં આવેલા સ્કોરનો સ્ટડી ઑગસ્ટ ૨૦૨૧માં દુનિયાભરના હજારો જિયો ટૅગિંગ ઇન્સ્ટાગ્રામ પોસ્ટના આધાર પર કરવામાં આવ્યો છે. જો તમે એવી જગ્યા પર ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો જ્યાં તમે પોતાની આખી જિંદગી ખુશી-ખુશી વિતાવી શકશો તો તમારા માટે એક સારા સમાચાર છે.

ઘર ખરીદવા માટે દુનિયાનાં ૨૦ સૌથી ખુશહાલ શહેરોમાંથી ભારતનાં પાંચ શહેર પસંદ કરવામાં આવ્યાં છે. એમાં ચંડીગઢ બધાથી પહેલા નંબર પર છે. સ્ટડીમાં આખી દુનિયામાં ઘર ખરીદીના હિસાબે મુંબઈ સૌથી ઓછું ખુશહાલ શહેર માનવામાં આવ્યું છે તો સુરતને આ લિસ્ટમાં પાંચમા નંબર પર જગ્યા મળી છે.

સ્ટડીમાં ઘર ખરીદી માટે દુનિયાના સૌથી ખુશહાલ શહેર સ્પેનનું બાર્સેલોના છે તો બીજા નંબર પર ઇટલીનું ફ્લોરેન્સ અને ત્રીજા નંબર પર દક્ષિણ કોરિયાનું ઉલ્સાન શહેર છે. સ્ટડી મુજબ ઘર ખરીદવા માટે મુંબઈ દુનિયાનું સૌથી ઓછું ખુશહાલ શહેર છે. મુંબઈ માટે ઍવરેજ હૅપીનેસ સ્કોર ૧૦૦માંથી ૬૮.૪ હતો. એ હોમ બાયર્સના વૈશ્વિક હૅપીનેસ સ્કોરથી ૧૭.૧ ટકા ઓછો હતો.

national news mumbai surat chandigarh